મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. તેલંગાણાને બાદ કરતાં બીજેપીને અન્ય ત્રણ રાજ્યોમાં સફળતા મળી છે જ્યારે અને અન્ય તમામ રાજ્યોમાં કોંગ્રેસને નિરાશા જોવા મળી છે. વલણો અનુસાર, ભાજપને ત્રણેય રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બહુમતી મળી છે. આવી સ્થિતિમાં ચારે બાજુથી આ પરિણામો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પણ એવું નિવેદન આપ્યું છે જેનાથી વિપક્ષી પાર્ટીઓ નારાજ થઈ શકે છે.
Abusing Sanatana Dharma was bound to have it’s consequences .
— Venkatesh Prasad (@venkateshprasad) December 3, 2023
Many congratulations to the BJP for a landslide victory. Just another testimony of the amazing leadership of Prime Minister @narendramodi ji & @AmitShah & great work by the party cadre at grassroot levels…
વેંકટેશ પ્રસાદે શું ટ્વીટ કર્યું?
ભૂતપૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે સનાતન ધર્મ વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સના વિવાદનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. વેંકટેશ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘સનાતન ધર્મ વિશે ઘસાતું બોલવાથી એનાં ખરાબ પરિણામો તો ભોગવવાં જ પડે. ભવ્ય જીત માટે બીજેપીને ખૂબ અભિનંદન. આ જીત પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની અમેઝિંગ લીડરશિપ અને ગ્રાસરૂટ લેવલે પાર્ટીના કૅડર્સની ગ્રેટ કામગીરીનો વધુ એક પુરાવો છે.’
ઉદયનિધીએ કરી હતી કમેન્ટ્સ
ઉલ્લેખનિય છે કે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટૅલિનના દીકરા ઉદયનિધિએ સનાતન ધર્મ બાબતે વાંધાજનક કમેન્ટ્સ કરી હતી, જેના પછી ખૂબ વિવાદ થયો હતો. એ સમયે કોંગ્રેસ શરૂઆતમાં આ મામલે મૌન રહી હતી, જ્યારે બીજેપીએ ઉદયનિધિનાં સ્ટેટમેન્ટ્સની તેમ જ મૌન રહેવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.