ભરૂચ લોકસભા બેઠક હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવાના નિવેદનોને કારણે આ બેઠકની રાજનીતિ ગરમાતી રહેતી હોય છે. પરંતુ આજે વાત ઉમેદવારોની નહીં પરંતુ એક એવા શિક્ષકની કરવી છે જેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે મનસુખ વસાવાને પ્રશ્ન પૂછ્યો! પાણી ના આવવા અંગેની રજૂઆત, તે અંગે ફરિયાદ કરતો એક વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી..!

વેદના રજૂ થવાને કારણે સરકારી શિક્ષકની ગઈ નોકરી!
ચૂંટણી આવે એટલે મતદાર યાદ આવે... પણ મતદાર કોઈ દિવસ યાદ કરે તો નેતાજી કે જનપ્રતિનિધી શું કરે? જ્યારથી લોકસભા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યારથી અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધ કાર્યકર્તાઓ દ્વારા નોંધાવામાં આવી રહ્યો છે. વિરોધ થવાને કારણે અનેક બેઠકો ચર્ચામાં હોય છે પરંતુ અનેક બેઠકો એવી છે જે બહુ ચર્ચિત હંમેશાથી રહી છે. તેવી જ એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક જે ઉમેદવારને કારણે ચર્ચામાં હોય છે... પરંતુ આજે એક સરકારી અધિકારીની નોકરી ગઈ છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી..જ્યારે મતદાતા લોકપ્રતિનિધિને પોતાને પડતી મુશ્કેલી માટે રજૂઆત કરે છે ત્યારે?

શાળામાંથી શિક્ષકને કરવામાં આવ્યા સસ્પેન્ડ!
હવે રાજકીય નેતા વિશે ટિપ્પણી કરવી સરકારી અધિકારીઓ માટે સસ્પેન્ડ થવાનું કારણ બની રહી છે. ડેડિયાપાડાના એક શિક્ષકે પોતાની સાચી વેદનાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર મુકતા સરકારી પ્રાથમિક શાળામાંથી વિડીયો બનાવનાર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન લેટર મળી ગયો છે. નેતા સામે પ્રશ્ન કરવો અને આ કિસ્સો સરકારી કર્મચારીઓ માટે પણ ગંભીર બની ગયો છે.....
સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો થતો હોય છે પ્રયાસ
સાચી વાત મૂકવી, પોતાનો પક્ષ રાખવો દરેકનો અધિકાર છે... અને એમાં પણ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે...ટેક્નોલોજીના માધ્યમથી પોતાની વાત રાખવી સરળ બની ગઈ છે.. એક વીડિયો તમે અપલોડ કરો અને તમારી વાત અનેક લોકો સુધી પહોંચી જાય..! ગામડામાં કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને પડતી મુશ્કેલી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.... વિકસિત ગુજરાતમાં વિકાસથી વંચિત જીલ્લાના લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડતા હોય છે.
પાણીની સમસ્યા મુદ્દે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો હતો વાયરલ
ભરૂચ જિલ્લામાં એટલે કે દેડીયાપાડાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ તેઓ પરેશાન હતા.. .અને તેઓ જાતે પાણી માથે ઘડા,દેગડા ભરીને લાવતા હતા.. પાણીની આ સમસ્યા ગંભીર હતી અને એમાં પણ હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે... ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે શિક્ષકે પોતાની વેદના છ ટર્મ થી સાંસદ પદે બિરાજમાન મનસુખ વસાવાને સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવી વાયરલ કર્યો હતો. જે બાદ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પાણીની સમસ્યાનો તો ઉકેલ આવ્યો નહીં પરંતુ તેમને શિક્ષકને સસ્પેન્ડ જરૂર કરી દેવાયા...
વાસ્તવિકતા દર્શાવવા બદલ શિક્ષકને અપાઈ સજા!
આ ઘટના બાદ સવાલલ છે થાય કે શિક્ષક ભારજી વસાવાએ ખોટું શું કર્યું? છ ટર્મથી સાંસદ પદ ઉપર રહેલા મનસુખ વસાવા એક પાણીની સમસ્યા ભલે હલ ન કરી શકતા હોય પરંતુ શિક્ષકને વાસ્તવિક્તા દર્શાવવા બદલ સસ્પેન્ડ જરૂર કરાવી શકે! શિક્ષકને વિડીયો બનાવવા બદલ ગિફ્ટમાં મળ્યો સસ્પેન્સન લેટર અને સવાર થતા જ શાળા એ ગયેલા શિક્ષકને પ્રાર્થના બાદ જાણવા મળ્યું કે તમે શાળાના નિયમ વિરુદ્ધ કામ કર્યું છે એટલા માટે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્સન લેટર જોતા જ શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા .

શિક્ષકના પગાર પર નભતો હતો આઠ સભ્યનો પરિવાર!
આંસુ એટલા માટે આવ્યા કારણ કે શિક્ષકની કમાણી ઉપર પરિવારના આઠ સભ્યનું ઘર ચાલતું હતું અને સસ્પેન્ડ લેટર બાદ શિક્ષકે પણ પોતાની વેદના રજુ કરી હતી. શિક્ષકે પાણીની સમસ્યા પર સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ તો કર્યો પણ તેમના પર આવેલી આ સમસ્યાનું સમાધાન કોણ શોધશે? જે સરકાર પાણીના મુદ્દાની સમસ્યાને સમજી ના શકે એ આ શિક્ષકની વ્યથાને સમજશે ખરી? તમે શું માનો છો આ શિક્ષકને તેનો ન્યાય મળવો જોઈએ કે કેમ કોમેન્ટ કરીને અમને જણાવજો...