તમારાથી અનેક એવા લોકો હશે જેમણે નાનપણમાં બુઢ્ઢીના બાલ ખાધા હશે. ખાતા સમયે તમે પણ કહેતા હશો કે મજા આવી ગઈ. પરંતુ શું તમને ખબર છે કે એ બુઢ્ઢીના બાલ આપણા શરીર માટે કેટલુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ દેશના બે રાજ્યો એવા છે જેમણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જ્યારે આ બુઢ્ઢીના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે બુઢ્ઢીના બાલ બનાવવા માટે કેમિકલ રોડામાઈનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું. આ એટલા ખતરનાક પદાર્થ છે કે તેનાથી કેન્સર થવાનો ખતરો પણ છે!
કોટન કેન્ડીને જોતા ખાવા માટે મન લલચાઈ જાય છે!
અમુક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો એવા હોય જેને જોઈ ખાવાની ઈચ્છા થઈ જતી હોય. અનેક એવી વસ્તુઓ હોય છે જે બહારની ખાઈએ તો જ મજા આવે. ઘરે બનાવીએ તો તેવી મજા ના આવે કારણ કે બહાર જેવો ટેસ્ટ ન આવે. એવી જ એક વસ્તુ છે બુઢ્ઢીના બાલ અથવા તો જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે. કોટન કેન્ડીને જોઈ અનેક લોકોનું મન લલચાઈ જતું હોય છે. તેનો આકાર, તેના ટેસ્ટને કારણે અનેક લોકો લલચાઈ જાય છે અને ખાઈ લેતા હોય છે પરંતુ દેખાવમાં સારા લાગ્તા બુઢ્ઢી કે બાલને કારણે મોટી બીમારી થઈ શકે છે. સ્વાસ્થય પર તની ગંભીર અસર પડી શકે છે તેવો અહેવાલ સામે આવ્યો છે.
બુઢ્ઢી કા બાલ બનાવવામાં થાય છે આ વસ્તુનો ઉપયોગ!
મીડિયા રિપોર્ટ અનુસાર બુઢ્ઢીના બાલનું પરિક્ષણ તમિલનાડુમાં કરવામાં આવ્યું. કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ ચેન્નાઈના મરિન બીચ પરથી લેવામાં આવ્યા હતા જે બાદ તેનું પરિક્ષણ તમિલનાડુ સરકારી લેબમાં કરાયું હતું. પરિક્ષણમાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. કોટન કેન્ડી બનાવવા માટે કાપડ તેમજ ચામડાને રંગવા માટે લેવામાં આવતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડામાઈન બી પણ મળી આવ્યો હતો. આવા હાનીકારક પદાર્થ કોટન કેન્ડીમાંથી મળી આવતા તમિલનાડુ સરકારે બુઠ્ઠીના બાલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આની પહેલા કોટન કેન્ડી પર પુડુચેરીએ પ્રતિબંધ મૂકી દીધો છે.
બે રાજ્યોએ તો પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ગુજરાતમાં ક્યારે મૂકાશે પ્રતિબંધ?
સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બે રાજ્યમાં તો કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવાઈ દેવાયો છે પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તે એક પ્રશ્ન છે. કારણ કે ગુજરાતમાં પણ અનેક સ્થળો પર કોટન કેન્ડી વેચવામાં આવતી હોય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે એ એક પ્રશ્ન છે. કારણ કે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ તો સરખી જ હોય છે. ગુજરાતમાં પણ રોડામાઈન બીનો ઉપયોગ કરી કોટન કેન્ડી બનતી હશે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની સરકાર આની પર પ્રતિબંધ મૂકે છે કે પછી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોવે છે.