મેહુલ બોઘરા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પોલીસકર્મીની સાથે કરવામાં આવતી બબાલને કારણે તે સુરખીઓમાં રહેતા હોય છે. મેહુલ બોઘરા પોલીસ વિભાગની છબી ખરાબ કરવા માગે છે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એક પ્રશ્ન પોલીસવિભાગને પણ કરવો છે કે જ્યારે પોલીસકર્મી દ્વારા કાયદા ભંગ કરવામાં આવે છે, લાંચ માગવામાં આવે છે, પોલીસ કર્મી લાંચ લે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે ને....! આ બધા વચ્ચે દેવાંશી જોશીએ મેહુલ બોઘરા સાથે ઈન્ટરવ્યું કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ માણસ પોલીસ દ્વારા કરવામાં આવતા તોડ વિરૂદ્ધ અવાજ ઉપાડશે તો તે પોલીસના વીડિયો નહીં બનાવે..!
સુરતની જનતા ખોટા સામે ઉઠાવે છે અવાજ
રવિવારે એક પોલીસકર્મી સાથે તેમની બોલાચાલી થઈ હતી. ગાડીમાં નંબર પ્લેટ ના હતી ઉપરાંત કાળા કાચ પણ હતા. આ જોતા એડવોકેટ મેહુલ બોઘરાએ તેમને સવાલ પૂછ્યા હતા. પછી આ આખો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો તે આપણે જાણીએ છીએ. જે પોલીસકર્મી સાથે તેમની માથાકુટ થઈ તે પહેલેથી જ તોડ કરવામાં માહિર નીકળ્યા. મેહુલ બોઘરા આવા વીડિયો બનાવે છે જેને લઈ સામાન્ય માણસના દિમાગમાં પોલીસને લઈ છબી ખરાબ થઈ રહી છે. સૂરતના લોકો પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ અવાજ ઉપાડે છે. મેહુલ બોઘરાના સપોર્ટમાં સુરતીઓ આવ્યા. મેહુલ બોઘરાને સમર્થન આપ્યું.
જ્યારે પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારી વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તો..
પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે પરંતુ તે જ વિભાગમાં એવા કર્મચારીઓ છે જે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે અને તેમના કારણે જ આવા લાંચિયા કર્મચારીઓ પકડાય છે. પોલીસ વિભાગના કર્મચારીઓને પણ આ અંગે વિચારવું પડશે... જો પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ એક્શન લેવા લાગશે ત્યારે કોઈ બીજા વ્યક્તિને પોલીસ કર્મચારી વિરૂદ્ધ અવાજ નહીં ઉઠાવવો પડે.