જો તમે માતા હોવ તો આ કિસ્સો સાંભળીને ચેતીજજો. સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 10 માસનું બાળક ફુગ્ગોની નાની ગોટી ગળી જતાં મોત પામ્યું છે. બાળકને લઈ માતા સિવિલ હોસ્પિટલ આવી તો સિવિલ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
બાળકે ફુગ્ગો ગળ્યો થયું મોત..
કોઈ પણ નાની બાબત ક્યારે મોટી બની જાયએ ખબર નથી હોતી આજે સુરતમાં જે ઘટના બનીતે એનું ઉદાહરણ છે. સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા 10 માસના બાળક સાથે ઘટના બની છે. બાળક રમતાં રમતાં રબરનો ફુગ્ગો ગળી જતાં તેનું મોત થયું છે. 10 માસનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતાં રમતાં 10 માસના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબર ગળામાં ફસાઈ ગયું હતું, જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાળકને બચવા 5 હોસ્પિટલ ફર્યા
તેઓ તાત્કાલિક બાળકને લઈને હોસ્પિટલ ખાતે દોડી ગયા ગતા. તેઓ 10 માસના બાળકના ગળામાંથી રબર બહાર કઢાવવા આસપાસની પાંચ જેટલી હોસ્પિટલોમાં ગયા હતા. પરંતુ બાળકના ગળામાં ચોંટેલું રબર બહાર ન નીકળતા અંતે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.