લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની 5 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાહ જોવામાં આવી રહી હતી કે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થાય. પરંતુ માત્ર 5 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ. વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ કારણ કે કોર્ટ કેસ ત્યાં ચાલી રહ્યો છે. જો પેટા ચૂંટણી અંગેની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો વિસાવદર માટે પેટાચૂંટણી થાય છે તો ગોપાલ ઈટાલિયાને ત્યાં માટે ઉમેદવાર ઘોષિત થઈ શકે છે.
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની નથી કરવામાં આવી જાહેરાત!
2022માં વિધાનસભા બેઠક યોજાઈ હતી. ભાજપને ફાળે 156 સીટો આવી હતી જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 ઉપરાંત અપક્ષના 3 ઉમેદવાર જીત્યા હતા. પરંતુ સમયની સાથે સાથે અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિસાવદર, પોરબંદર, વાઘોડિયા, ખંભાત વિજાપુર તેમજ માણાવદરના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બેઠક ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની 6 પેટા ચૂંટણીને લઈ તારીખ જાહેર થઈ શકે છે પરંતુ 5 બેઠકો માટે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગોપાલ ઈટાલિયા હોઈ શકે છે પેટા ચૂંટણીના ઉમેદવાર
વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખની જાહેરાત નથી કરવામાં આવી. લોકસભા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેટા ચૂંટણી માટે પણ ગઠબંધન થઈ શકે છે. શનિવારે આપ તેમજ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. વિસાવદર પેટા ચૂંટણી માટે જો ઉમેદવારના નામ અંગેની ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઈટાલિયા ઉમેદવાર હોઈ શકે છે. વિસાવદરમાં પેટાચૂંટણીની જાહેરાત ના કરવામાં આવી તે બાદ ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોશીએ વાત કરી ત્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરની ચૂંટણી કેમ જાહેર ના કરવામાં આવી તે અંગે પણ તેમણે પ્રહાર કર્યા.