જ્યારે આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પૈસા ખવડાવીએ ત્યાં સુધી આપણું કામ નહીં થાય, આપણી ફાઈલ આગળ નહીં વધે. મહદઅંશે વાત પણ સાચી છે, જ્યારે સરકારી ઓફિસમાં આપણે જઈએ છીએ ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્યાં સુધી આપણે લાંચ નથી આપતા ત્યાં સુધી આપણું કામ નથી થતું. આપણે સવાલ માત્ર એવા લોકો સામે કરીએ છીએ કે જે લાંચ લેતા હોય છે પરંતુ તે વ્યક્તિઓને આપણે ભૂલી જઈએ છીએ કે લાંચ એ ત્યારે જ લે છે જ્યારે આપણે આપીએ છીએ. આપણું કામ ના અટકે તે માટે આપણે પૈસા આપતા હોઈએ છીએ અને પછી વાંક કાઢીએ છીએ સરકારી કર્મચારીઓનો.! મહત્વનું છે કે ઘણી વખત અધિકારીઓ દ્વારા પણ સામાન્ય માણસોને હેરાન કરવામાં આવતા હોય છે જો પૈસા નથી આપવામાં આવતા તો...
વિભાગમાં રહીને જ્યારે અધિકારી નિષ્ઠાથી કામ કરે છે ત્યારે જ....
લાંચ લેવાવાળા જેટલા દોષિ છે તેટલા જ દોષિ લાંચ આપવા વાળા છે. આપણે જ માની લેતા હોઈએ છીએ કે પૈસા આપ્યા વગર આપણું કામ નથી થાય. કદાચ એ લાંચ લેવા માટે પ્રોત્સાહિત આપણે જ કરતા હોઈએ છીએ અનેક ઘટનાઓમાં. પોલીસ વિભાગ ખરાબ છે તેની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ પરંતુ તે જ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અનેક વખત પ્રશંસનિય છે. એસીબી દ્વારા જે કામ કરવામાં આવે છે ત્યારે આવા લાંચિયા અધિકારીઓ પકડાય છે. પૈસા લેતા જ્યારે એસીબી પકડે છે ત્યારે આવા અધિકારીઓ પકડાય છે. જો એસીબી નિષ્ઠા પૂર્વક કામ ન કરતી હોત તો આવા અધિકારીઓ પકડાય જ નહીં.
જેટલા દોષિ લાંચ લેનારા અધિકારી છે તેટલા દોષિ લાંચ આપનાર વ્યક્તિ પણ છે!
પોલીસને પણ પોલીસ અધિકારીઓનો ડર હોય છે જે પ્રામાણિક પણે કાર્ય કરે છે. જ્યારે ઝાડ પર વર્દી લટકાવીને કોઈ પોલીસકર્મી જતો રહે છે ત્યારે તેને પણ એજ પોલીસ વિભાગનો ડર હોય છે. આપણે જ્યારે લાંચ લેતા અધિકારીને કહીએ છીએ કે તે લાંચિયો છે તો લાંચ આપનારા પણ એ જ ક્ષેણીમાં આવી જાય છે. તમે સામાન્ય માણસ છો અને તે સરકારી કર્મચારી એટલે તમે દોષિ ના ગણાવ તે ખોટું છે. જો આપણે સરકારી કર્મચારીને લાંચિયો કહીએ છીએ તો લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ ગુન્હેગાર છે.
1064 પર ફોન કરી લાંચ લેતા અધિકારી વિરૂદ્ધ કરી શકાય છે ફરિયાદ!
જો તમને કોઈ લાંચ લેતા પકડાય અથવા તો લાંચની માગણી કરે તો તમે એસીબીને સંપર્ક કરી શકો છે. કોઈ સરકારી અધિકારી સામાન્ય માણસ પાસેથી લાંચ માટે પૈસા માગે છે તો પૈસા આપવાની બદલીમાં 1064 પર કોલ કરી તેના વિરૂદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. તે ઉપરાંત 90999 11055 નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે. બદનસીબીએ છે કે આપણે માત્ર ફરિયાદો કરવા ટેવાયેલા છે. અપેક્ષા એટલી જ જ્યારે ફરિયાદ કરવા માટે સામાન્ય માણસ ફોન કરે તો તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. કારણ કે ઘણી વખત ત્યાં કરવામાં આવતા વ્યવહાર પણ અનેક સવાલો ઉભા કરતા હોય છે.