વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપએ પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલે મહત્વની જાહેર કરી છે.હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી જીતશે તો પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર સેવા કાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.

શું લખ્યું પોસ્ટમાં ?
હાર્દિક પટેલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે , હું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના 39- વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છું કે વિરમગામ4 મંડળ અને દેત્રોજની જનતા મને આશીર્વાદ આપીને જિતડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પાર વિરમગામ, મંડળ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.