રાજ્યમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા મુદ્દે ઈડરના MLA રમણલાલ વોરાએ CMને લખ્યો પત્ર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:25

ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવાનો મામલો હવે સમાજીક અને રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો છે. હવે આ મામલે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બે મંત્રીઓને આ પત્ર લખ્યો છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુબેન બાબરીયાને પત્ર લખવામાં આવ્યો છે.  લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના આ પત્રમાં લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરવા માટેની માગણી કરી છે.   

 

શું લખ્યું છે પત્રમાં?


ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના દ્વારા સીએમને લખવામાં આવેલા આ પત્રમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ - 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે. આ અંગે નીચે મુજબના સુધારા કરવા જરુરી જણાય છે.  જેમ કે (1)લગ્ન નોંધણી કરાવવાનું સ્થળ જે તે વિસ્તારથી ગ્રામ કે શહેરની દિકરી હોય તે સ્થળે લગ્ન નોંધણીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરવું. (2) આ અંગેના દસ્તાવેજો રજૂ કરેલા હોય તેનું વેરીફીકેશન જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરાવવું જોઈએ. (3) લગ્ન નોંધણી ગ્રામ કે શહેર કક્ષાએ પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત અધિકારીક્ષીને સોંપવી જોઈએ. (4) લગ્ન નોંધણી રજીસ્ટરમાં વાલીની સહી ફરજીયાત કરવામાં આવે. 


SPGએ પણ અભિયાન શરૂ કર્યું છે


યુવતીઓના લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે SPGએ અભિયાન શરૂ કર્યું છે. આ માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જે પહેલાં રાજકીય અને પછી કાયદાકીય કવાયત હાથ ધરશે. શું છે આ માટે સરદાર પટેલ ગ્રુપની યોજના. માતાપિતાની મરજી વિરુદ્ધ યુવતીઓના પ્રેમલગ્ન અને લવ જેહાદ જેવા કિસ્સાઓને જોતાં પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે. પાટીદાર સમાજની સંસ્થાઓમાં આ માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સરકાર સમક્ષ માગ પણ કરાઈ છે. માતાપિતાની મરજી વિરુદ્ધ યુવતીઓના પ્રેમલગ્ન અને લવ જેહાદ જેવા કિસ્સાઓને જોતાં પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે. પાટીદાર સમાજની સંસ્થાઓમાં આ માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સરકાર સમક્ષ માગ પણ કરાઈ છે. SPGએ સરકાર સમક્ષ ચાર માંગો કરી છે, તેમાં દીકરીના લગ્નની નોંધણી વતનમાં જ કરવાની, લગ્નની નોંધણી કલેક્ટર કે મામલતદારના વેરિફિકેશન બાદ જ કરવાની, લગ્નની નોંધણી વખતે દસ્તાવેજની ચકાસણી પોલીસના માધ્યમથી કરાવવાની અને લગ્ન નોંધણી વખતે માતાપિતાની સહી ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે. આ તમામ માગણીઓ એવા લગ્નોને જોતાં કરાઈ છે, જે માતાપિતાની મરજી વિરુદ્ધ કરવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?