વિડિયોકોન લોન કેસ: ચંદા કોચર અને દીપક કોચરને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2023-01-09 12:35:37

ICICI બેંક- વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેંકની પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની મુક્તીનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તેમની તેમની ધરપકડ કાનુની નથી. ચંદા કોચર અને દીપક કોચરે જામીન માટે અરજી કરી હતી. તેનો સ્વિકાર કરી કોર્ટે તેમના જામીન મંજુર કર્યા હતા. 


23 ડિસેમ્બરે થઈ હતી ધરપકડ

ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ 23 ડિસેમ્બરના દિવસે કરવામાં આવી હતી. બંનેને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, જ્યા સીબીઆઈએપૂછપરછમાં સહયોગ નહીં આપવાના કારણે બાદમાં તેમની ધરપકડ કરી લીધી હતી.  26 ડિસેમ્બરે વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરવામાં આવી હતી. 3250 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં તેમના પર આરોપ છે. આ કેસની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.