આજથી T20 વર્લ્ડ કપ મુકાબલાના શ્રી ગણેશ, જાણો મેચનું શિડ્યુઅલ, ઈનામ અને લાઈવ પ્રચારણ અંગે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:58:18

ઓસ્ટ્રેલિયામાં આયોજિત  ICC T20 વર્લ્ડ કપ 2022નો આજથી શુભારંભ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાંથી 8 ટીમ સીધી ગ્રુપ-12 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે, જ્યારે અન્ય 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતી પોતાની જગ્યા પાક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાશે જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા અને પોતાના જ ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે અને પછી સુપર-12માં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે અને એ ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ સુધી પહોચશે.


રાઉન્ડ-1


પહેલા રાઉન્ડની વાત કરીએ તો ગ્રુપ-Aમાં શ્રીલંકા, યુએઈ, નેધરલેન્ડ અને નામિબીયાનો સમાવેશ થયો છે. જ્યારે ગ્રુપ-Bમાં આયરલેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ સામેલ છે.



સુપર-12


સુપર-12માં ગ્રુપ-1ની વાત કરીએ તો એમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ-A વિનર, ગ્રુપ-B રનરઅપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રુપ-2ની વાત કરીએ તો આમાં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ-B વિનર અને ગ્રુપ-A રનર અપનો સમાવેશ કરાયો છે.




પોઈન્ટ ટેબલ સિસ્ટમનું ગણિત શું છે?


ICC આ T20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ અંગે વિગતવાર જાહેરાત કરી ચૂક્યું છે. ICCની પોઈન્ટ સિસ્ટમ મુજબ દરેક વિજેતા ટીમને જીતવા પર બે પોઈન્ટ મળશે અને પરાજીત ટીમને ઝીરો પોઈન્ટ મળશે. જો મેચ વિપરીત પરીસ્થીતીમાં ટાઈ કે મેચ રદ્દ થાય છે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જો કોઈ ગ્રૂપમાં બે ટીમના પોઈન્ટ્સ બરાબર છે તો તો નેટ રનરેટ ગેમ પરથી નિર્ણય લેવામાં આવશે.


ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે વર્લ્ડ કપ મેચ


ઓસ્ટ્રેલિયામાં આયોજીત T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચ યોજાશે. T20 વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ રાઉન્ટની તમામ 12 મેચ હોબાર્ટ અને જિલોન્ગમાં રમાશે. તે ઉપરાંત સિડની, મેલબર્ન, પર્થ, એડિલેડ, બ્રિસ્બેનના સ્ટેડિયમમાં સુપર-12 સ્ટેજને હોસ્ટ કરશે. જ્યારે સેમિફાઈનલ મેચ એડિલેડ, ઓવલ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 13 નવેમ્બર 2022ના દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. 



ભારતીય ક્રિકેટ ટીમની મેચનું ટાઈમ ટેબલ આ પ્રમાણે છે


23 ઓક્ટોબર V/S પાકિસ્તાન, બપોરે 1.30 વાગ્યે, મેલબર્ન

27 ઓક્ટોબર V/S ગ્રુપ-A રનર અપ, બપોરે 12.30 વાગ્યે, સિડની

30 ઓક્ટોબર V/S દક્ષિણ આફ્રિકા, સાંજે 4.30 વાગ્યે, પર્થ

2 નવેમ્બર V/S બાંગ્લાદેશ, બપોરે 1.30 વાગ્યે, એડિલેડ

6 નવેમ્બર V/S ગ્રુપ-B વિનર, બપોરે 1.30 વાગ્યે, મેલબર્ન

T20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની (ભારતીય રૂપિયામાં)


વિજેતા ટીમને પર થશે રૂપિયાનો વરસાદ 


વિજેતા ટીમ: લગભગ 13 કરોડ રૂપિયા

રનર્સ અપઃ 6.52 કરોડ રૂપિયા

સેમિફાઈનલઃ 3.26 કરોડ રૂપિયા

સુપર-12માં જીતઃ 32 લાખ રૂપિયા

સુપર-12થી બહાર થનારી ટીમઃ 57 લાખ રૂપિયા

પહેલા રાઉન્ડમાં જીતઃ 32 લાખ રૂપિયા

પહેલા રાઉન્ડથી બહાર થનારી ટીમઃ 32 લાખ રૂપિયા


કઈ સ્પોર્ટ્સ ચેનલ પર મેચ જોઈ શકાશે? 

ભારતમાં આ T20 વર્લ્ડ કપનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પર કરવામાં આવશે અને સાથે જ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોવા મળશે. તે ઉપરાંત દૂરદર્શન પર પણ આ મેચ બતાવવામાં આવશે. 


ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.


સ્ટેન્ડબાય ખેલાડીઓ

શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?