IAS બાદ હવે IPS અધિકારીઓનો વારો, પોલીસ વિભાગમાં થશે સામુહિક બદલીઓ


  • Published By :
  • Published Date : 2023-04-03 20:17:23

રાજ્ય સરકારે તાજેતરમાં 109 IAS અધિકારીઓની બદલી બાદ હવે  IPSની બદલીઓની ઘડીઓ ગણાઈ રહી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વહીવટી તંત્રની બદલીઓ પછી હવે પોલીસ વિભાગમાં મોટી બદલીનો દોર આવી રહ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલું હોવાથી સરકારે કેટલાક વહીવટી ફેરફારો રોકી રાખ્યા હતા, પરંતુ હવે સત્ર પૂર્ણ થતાં પહેલાં IAS અને ત્યાર બાદ હવે IPSનો વારો છે. હવે રાજ્ય તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 


 IPS અધિકારીઓની થશે સામુહિક બદલી


રાજ્યમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલાશે.આ બદલીઓમાં શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ ઓફિસરોની બદલીઓનો આંકડો 120ને વટાવી જશે. આ મહિનામાં ગમે તે સમયે સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કમિશનરોની પણ બદલીઓ તોળાઈ રહી છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ આવી રહ્યાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?