લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષોના બનેલા ઈન્ડિયા ગઠબંધને તેમના અધ્યક્ષ પસંદ કરી લીધા છે. ઈન્ડિયા ગ્રૂપની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર સંમતી બની છે. હવે એ નક્કી થઈ ગયું છે કે ઈન્ડિયા બ્લોકની કમાન હવે દલિત નેતા મલ્લિકાર્જુન ખરગેના હાથમાં રહેશે. વિપક્ષોની બેઠકમાં સીટોની વહેંચણી પહેલા અધ્યક્ષના નામ પર સંમતી બની ગઈ છે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ઈન્ડિયા એલાયન્સના કન્વિનર બનવાની ચર્ચા હતી, જો કે નીતીશ કુમારે કન્વિનર પદ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. નીતીશે કહ્યું કે તેમને પદની કોઈ લાલસા નથી.
વર્ચ્યુઅલ મીટિંગમાં આ નેતાઓ જોડાયા
લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રચાયેલા 28 પક્ષોના ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, બિહારના સીએમ નીતિશ કુમાર, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા સીતારામ યેચુરી, તમિલનાડુના સીએમ અને ડીએમકે ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. થયું. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપાના નેતા અખિલેશ યાદવ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં હાજર રહ્યા ન હતા.
जदयू नेता और बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने INDIA गठबंधन के संयोजक पद को अस्वीकार कर दिया: सूत्र
(फाइल फोटो) pic.twitter.com/o2irKI06ar
— ANI_HindiNews (@AHindinews) January 13, 2024
નીતીશ કુમારે શું કહ્યું?
जदयू नेता और बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने INDIA गठबंधन के संयोजक पद को अस्वीकार कर दिया: सूत्र
(फाइल फोटो) pic.twitter.com/o2irKI06ar
મીડિયા રિપોર્ટ મુજબ ગહન વિચાર-વિમર્સ બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી જુથ ઈન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા છે. બિહારના મુખ્યમંત્રી આ ટોચના પદ માટે મોટા દાવેદાર હતા. જો કે આ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું કે કોંગ્રેસમાંથી કોઈકે કમાન સંભાળવી પડશે. તેમણે કહ્યું કે મારી કોઈ પદમાં દિલચસ્પી નથી. આ ગઠબંધનને વાસ્તવિકપણે વિસ્તારવું જરૂરી છે. ગઠબંધનનમાં સામેલ રાજકીય પક્ષોને અકજુથ રાખવા પડશે. રાજનૈતિક વિશ્લેષકોનું માનનું છે કે ચેરપર્સન ચૂંટવા તે ઈન્ડિયા બ્લોકની સામે આવેલા અનેક પડકારોનું માત્ર એક પગલું છે. તેમણે હજું સીટોની વહેંચણી સહિતના મહત્વના મુદ્દાઓથી નિપટવાનું છે.
ખડગેની જવાબદારી વધી
ઈન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા મલ્લિકાર્જુન ખડગે પર મોટી જવાબદારી આવી ગઈ છે. ઈન્ડિયા એલાયન્સના અધ્યક્ષ તરીકે ખડગેએ હવે એનડીએનો સામનો કરવો પડશે. એવામાં ખડગે સાથે સીટોની વહેચણી મોટો પડકાર બની રહેશે. ખડગે પર હવે કોંગ્રેસ ઉપરાંત ઈન્ડિયા એલાયન્સને એક સાથે રાખીને ચાલવું પડશે.