'હું સ્પાઈડર મેન'..અને પહેલા માળેથી વિદ્યાર્થીએ લગાવી છલાંગ! જાણો કેમ શાળામાં ભણતા વિદ્યાર્થીએ જીવને જોખમમાં નાખ્યો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-22 14:10:56

મિત્રો માટે કહેવામાં આવે છે કે, ઈશ્વર જેને લોહીના સંબંધોમાં બાંધવાનું ભૂલી જતા હોય છે તેને આપણા મિત્ર બનાવી દે છે. આપણે ક્યાં જન્મ લઈશું, આપણા માતા પિતા કોણ હશે તે અંગે નક્કી કરી શક્તા નથી પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે નક્કી કરતા હોઈએ છીએ. આપણે અનેક વખત આપણા મિત્રો સાથે શરત પણ લગાવતા હોઈએ છીએ. અનેક વખત મિત્રતાના ભાવે મસ્તી મસ્તીમાં કહેતા હોઈએ છીએ કે અગર તું જીતીશ તો તારે પાર્ટી આપવી પડશે અને જો હું જીતીશ તો પણ તારે પાર્ટી આપવાની. પરંતુ કોઈ વખત મિત્રો સાથે લગાવવામાં આવેલી શરત જીવલેણ સાબિત થઈ શકે છે.      

વાતવાતમાં મિત્રો વચ્ચે લાગી શરત

મિત્રોની વાત, શરતોની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણે કાનપુરથી એક ઘટના સામે આવી જેમાં વાત વાતમાં મિત્રો વચ્ચે શરત લાગી અને છોકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદી પડ્યો. આ ઘટનામાં તમને લાગતું હશે કે કોઈ યુવાને આવી શરત લગાવી હશે પરંતુ ના, આ શરત શાળામાં ભણતા વિદ્યાર્થીએ લગાવી છે. બાળકોમાં સ્પાઈડરમેનને લઈ અલગ ક્રેઝ હોય છે. અનેક બાળકો પોતાને સ્પાઈડરમેન માનતા હોય છે. આ ઘટના પણ સ્પાઈડરમેન પર આધારીત છે. ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પાઈડરમેન કોણ એવી શરત લાગી. શરત લાગતા જ ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ બિલ્ડીંગના પહેલા માળેથી છલાંગ મારી દીધી.   


હું સ્પાઈડરમેન કહી શાળામાં ભણતા વિદ્યાર્થીએ લગાવી છલાંગ

આ અંગે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓ વચ્ચે વાતો ચાલી હતી કે સ્પાઈડરમેનની જેમ કોણ કુદી શકે. આ દરમિયાન એક વિદ્યાર્થીએ દોડ લગાવી અને હું સ્પાઈડર મેન કહી કૂદી પડ્યો. વિદ્યાર્થીએ છલાંગ લગાવતા શાળામાં દોડધામ મચી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની હાલત સ્થિર છે ઈજાઓ પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

Bihar man dies in momo-eating challenge

મોમોસ ખાવામાં ગઈ હતી યુવકની જાન

આની પહેલા પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં મોમોસ ખાવાની શરત લાગી હતી અને એક સાથે અનેક મોમોસ ખાવવાને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના હતી બિહારના ગોપાલગંજની. મિત્રો વચ્ચે મોમોસ ખાવાની શરત લાગી અને કોણ વધારે મોમોસ ખાઈ શકે છે તે જોવાનું હતું. આ દરમિયાન યુવકને એડકી આવી અને તે જમીન પર ઢળી પડ્યો અને તેની મોત થઈ ગઈ. આ મામલે યુવકના પિતાએ કેસ દાખલ કરાવ્યો છે. 


ઘરમાં મળતું વાતાવરણ બાળકના માનસ પર કરે છે ગંભીર અસર 

અહીંયા વાત આ ઘટના પર નહીં પરંતુ શરત લગાવવાની ઘટનાઓ પર કરવી છે. સ્પાઈડર મેન વાળી ઘટનાને લઈ કહેવું છે કે આપણા બાળકો શું જોવે છે, તેમના માનસ પર શું અસર થાય છે તે અંગે આપણે ધ્યાન આપવું પડશે. નાના બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું તે અંગે જાણકારી મા બાપે રાખવી પડશે. જે વસ્તુ બાળક જોતું હોય છે તેની અસર તેના દિમાગ પર ચોક્કસથી થતી હોય છે. ઘરમાં સર્જાતું વાતાવરણ બાળકના માનસિક વિકાસ પર સીધી અસર કરતું હોય છે. વર્ષો પહેલા જ્યારે શક્તિમાન સિરિયલ આવી હતી, જ્યારે સ્પાઈડરમેન ફિલ્મ આવી હતી ત્યારે કૂદી પડવાના એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. બાળકોના માનસ પર સારી અસર પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ, તેવા સમાજનું નિર્માણ આપણે જ કરવું પડશે. કારણ કે બાળક દેશનું તેમજ સમાજનું ભવિષ્ય છે.      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..