Hyundai IPO: ભારતની બીજી સૌથી મોટી કાર કંપની લાવશે આઈપીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 19:03:46

દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડેઈ મોટર્સની ભારતીય પેટા કંપની Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાની શરૂઆત 6 મે 1996ના રોજ થઈ હતી. કંપનીની શરૂઆત થઈ તેના 28 વર્ષ બાદ તે શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે. કંપની IPO દ્વારા 3 અબજ ડોલર (ઓછામાં ઓછા 25 હજાર કરોડ રૂપિયા) એકઠા કરવાની યોજના બનાવી રહી છે. કંપની  3.3-5.6 અબજ ડોલરની મૂડી એકત્રિત કરવા માટે પોતાનો 15-20 ટકા હિસ્સો વેચી શકે છે. 


ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ    


દેશની બીજા ક્રમની કાર કંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના આઈપીઓ માટે ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ મચી છે. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના IPOનું કામકાજ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBSના પ્રતિનિધિઓએ ગયા સપ્તાહે દક્ષિણ કોરિયામાં હ્યુન્ડેઈ સમક્ષ રજૂઆત કરી હતી.


કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર 


બેન્કર્સ  હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ 1.82-2.32 લાખ કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ  હ્યુન્ડાઇ 27,390 કરોડથી 46,480 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે 15-20 ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે.


LIC બાદ સૌથી મોટો  IPO


આ પહેલા LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જો હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે. જો વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન 3,32,909.88 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન 3,12,497.16 કરોડ રૂપિયા છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન 2.12 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?