અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું વિનાસક 'ઈયાન' વાવાઝોડુ, 47 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:37:38

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાવાઝોડા 'ઈયાન'ને કારણે મોટાપાયે વિનાશ થયો છે. 'ઈયાન' વાવાઝોડાથી અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે. મૃતકોનો ડેટા રાખતી ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર, ચક્રવાત પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત થયા છે.


1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું


શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ નેશનલ ગાર્ડના ચીફ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું કે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મિયાક્કા નદીમાં પૂરને કારણે આંતર રાજ્ય માર્ગ નંબર 75 ના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા, જેના કારણે શનિવારે રોડ પરનો ટ્રાફિક રોકવાની ફરજ પડી હતી.અમેરિકાના પ્રમુખ બાઈડનના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડામાં ત્રાટકેલું અત્યાર સુધીનું આ સૌથી વિનાસક વાવાઝોડું છે. હાલ રાજ્યમાં 2,80,000 ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. 


પીએમ મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અમેરિકાના વિનાશક વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પ્રત્યે પીએમ મોદીએ ઉંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?