ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે આંદોલન કર્યું હતું. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે, સરકાર સુધી તેમની માગ, રજૂઆત પહોંચે તે માટે અનેક વખત પ્રયત્નો કર્યા. કરાર આધારિત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકૂલ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી રજૂઆત!
ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શળા ચાલે છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જેને લઈ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા, આંદોલન કરવા માટે બેઠા હતા પરંતુ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાત્રે ઉમેદવારો ગાંધીનગરમાં જ રોકાયા હતા.
રાત્રે પણ ઉમેદવારો હતા ગાંધીનગરમાં
ગઈકાલે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવા માટે આવ્યા હતા. રસ્તા પર બેસી તેમણે આંદોલન કર્યું હતું. વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાંથી જ્યારે તેઓ છુટ્યા તે બાદ તેમણે મોડી રાત્રે ગાંધીનગરમાં ફરી એક વખત ધરણા કરવા બેસી ગયા હતા. યુવરાજસિંહ પણ તેમની સાથે રાત્રે હાજર હતા. આંદોલન કરવા માટે આવેલા ઉમેદવારો સાથે જમાવટની ટીમે વાત કરી હતી. ત્યારે આજે ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે.