મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. જીવન જરૂરીયાતની ચીજો જેવી કે સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધવાની છે. રિન, લક્સ, લાઈફબોય, ફેર એન્ડ લવલી, હોર્લિક્સ જેવી ક્ન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની હિંદુસ્તાન યુનીલીવર (HUL)તેની પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે.
પેરેન્ટ કંપનીએ માગી રોયલ્ટી
હિંદુસ્તાન યુનીલીવર (HUL)ના જણાવ્યા પ્રમાણે તેની પેરેન્ટ કંપની યુનિલીવર પીએલસીએ રોયલ્ટી ફિમાં 80 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વૃધ્ધી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. યુનિલીવરમાં 10 વર્ષમાં પહેલી વખત રોયલ્ટી ફિ વધારવામાં આવી છે. આ પહેલા વર્ષ 2013માં તેમાં વધારો કરાયો હતો.
રોયલ્ટી ફિ 3 તબક્કામાં ચૂકવાશે
HULએ જણાવ્યું છે કે નવા એગ્રીમેન્ટ મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસીસ ફિ વધારીને 3.45 ટકા કરવામાં આવી છે. ગત નાણાકિય વર્ષમાં તે 2.65 ટકા હતી. ગત નાણાકિય વર્ષમાં HULની રેવન્યુ 51,193 કરોડ રૂપિયા રહી જે એક વર્ષની તુલનામાં 11.3 ટકા વધુ છે. તેમાથી કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ફિ ચૂકવી હતી.રોટલ્ટી ફિમાં 80 બીપીએસની વૃધ્ધી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનાથી HULની રોયલ્ટી ફિ ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2023 માટે 45 બીપીએસ વધી જશે. આ જ પ્રકારે 2024માં તેમાં 25 બીપીએસ અને 2025માં 10 ટકાની વૃધ્ધી થશે.