ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ એક પડકાર બની ગયો છે. દેશ અને વિદેશથી હજારો લોકો આ મેચ જોવા માટે ઉમટી પડ્યા છે. જેના કારણે અમદાવાદની તમામ ફાઈવ અને થ્રી સ્ટાર હોટેલના રૂમ બુક થઈ ગયા છે.
હોટેલોના ભાડામાં તોતિંગ વધારો
અમદાવાદમાં લગભગ તમામ જાણીતી હોટેલોના રૂમ બુક થઈ ગયા હોવાથી હોટેલમાં રૂમ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સ્થિતી એટલી હદે વિકટ બની છે કે ભલભલા લોકોને રૂમ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેથી હોટેલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હોટેલે દેશ અને વિદેશના ક્રિકેટ પ્રેમીઓની મજબુરીનો ફાયદો ઉઠાવવા માટે હોટેલના ભાડામાં રાતોરાત વધારો કરી દીધો છે. અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલમાં તેજીનો માહોલ જોવા મળ્યો જેમાં હોટલના ભાડામાં 100 ટકાથી લઈ 300 ટકા સુધીનો વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદમાં 50,000 સુધી ચાલતા ભાડાની રકમ 1.25 લાખ સુધી પહોંચીછે. અમદાવાદમાં મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે જેના કારણે લોકો અન્ય શહેરોમાં પણ હોટલ બુક કરાવી રહ્યા છે, જેમાં નડિયાદ, બરોડા અને આણંદમાં હોટલો બુક થઈ રહી છે. હોટેલ માલિકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હોટલ બિઝનેસમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.
#WATCH | Gujarat: On the increase of hotel rent due to the ICC World Cup Final scheduled in Ahmedabad, President of the Federation of Hotel & Restaurant Association of Gujarat, Narendra Somani says, "India has reached the finals and the excitement is seen not just in India but… pic.twitter.com/imTxieOXeQ
— ANI (@ANI) November 16, 2023
નરેન્દ્ર સોમાણીએ પણ સ્વિકાર્યું
#WATCH | Gujarat: On the increase of hotel rent due to the ICC World Cup Final scheduled in Ahmedabad, President of the Federation of Hotel & Restaurant Association of Gujarat, Narendra Somani says, "India has reached the finals and the excitement is seen not just in India but… pic.twitter.com/imTxieOXeQ
— ANI (@ANI) November 16, 2023અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આવી સ્થિતિમાં હવે શહેરમાં હોટલોના ભાડાનો દર આસમાને પહોંચ્યો છે. જે હોટલોમાં રૂમનું ભાડું 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ હતું ત્યાં રૂમનું ભાડું 1.25 લાખ રૂપિયા થઈ ગયું છે. આ વાત ખુદ 'ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત'ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવી છે. સોમાણીએ કહ્યું છે કે જ્યારથી ભારત ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુબઈ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાના લોકો પણ આ મેચ જોવા આવવા માંગે છે. ભારત ફાઇનલમાં પહોંચતાની સાથે જ જે રૂમ રૂ. 20 હજારમાં વેચાતા હતા, તે હવે રૂ. 50 હજારથી રૂ. 1.25 લાખમાં વેચાઇ રહ્યા છે. આ હોટલની વેબસાઈટ પર જોઈ શકાય છે. સોમાણી કહે છે કે, અમદાવાદમાં સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખથી વધુ છે. અહીં મોટાભાગના દર્શકો અમદાવાદ અને તેની આસપાસના હશે પરંતુ 30 થી 40 હજાર દર્શકો બહારના પણ હશે. અને અહીં અમદાવાદમાં માત્ર પાંચ હજાર રૂમ છે. સમગ્ર ગુજરાતમાં થ્રી થી ફાઈવ સ્ટાર હોટલના દસ હજાર રૂમ છે. જેના કારણે અમદાવાદની આસપાસના શહેરોમાં પણ હોટલના રૂમો ફૂલ થઈ રહ્યા હોવાનું આપણે જોઈ રહ્યા છીએ.
JCP નીરજ બડગુજરે સુરક્ષાની કરી સમીક્ષા
વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે અને આ સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ દર્શકોની છે. રવિવારે અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 4500 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે.