શું તમારી ફાટેલી નોટ કોઈ નથી લેતું? જાણો કેવી રીતે બેંકથી બદલી શકાશે..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:46:17

આપણા બધા પાસે ફાટેલી, જૂની અને ટેપ મારેલી નોટો પણ હશે કારણ કે આપણને ખબર નથી કે આ પૈસા કોણ બદલી આપશે. જમાવટના આ આર્ટિકલમાં તમે બધું સમજી શકશો કે કેવી રીતે આપણે જૂની કે પછી ફાટેલી નોટો માટેનો શું નિયમ છે?  આ નિયમો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જ નક્કી કરે છે. તો ચાલો જાણી લઈએ નિયમો. 


કઈ બેંક બદલી આપે છે ફાટેલી તૂટેલી નોટ?


દરેક બેન્કની દરેક બ્રાન્ચે આપણને ફાટેલી નોટ બદલવા માટે સુવિધા આપવામાં આવી છે. કોઈ પણ બેન્ક આપણને જૂની નોટો બદલી આપે પણ કેટલી નોટ બદલાવી શકાતી નથી. કારણ કે નોટ બદલી આપવાની પણ એક લિમિટ છે. RBIનો નિયમ છે કે જે નોટ બદલવાની છે તે માત્ર એક નહીં પરંતુ 20 હોવી જોઈએ. જ્યારે તમારી પાસે 20 ફાટેલી નોટ હશે ત્યારે જ તમે નોટ બદલાવી શકશો. અન્ય નિયમ એવો છે કે જો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાના બંડલમાં કોઈ એક નોટ ફાટેલી હોવી જોઈએ. જો આ લિમિટ કરતાં વધારે નોટ અથવા પૈસા હોય તો બેન્ક તમને એક રિસીપ્ટ આપશે અને થોડા દિવસો પછી તમારા ખાતામાં તે પૈસા ક્રેડિટ થઈ જશે. જો 20 નોટ અથવા 5 હજાર રૂપિયા કરતાં વધારે રૂપિયા તમારે બદલવા છે તો બેન્ક તમારી પાસેથી ચાર્જ પણ લઈ શકે છે. 


કઈ નોટ બેંક નહીં બદલી આપે? 


1. સોઈલ્ડ નોટ્સ અને 2. મ્યુટિલેટેડ નોટ્સ બેંક બદલી આપશે. 


સોઈલ્ડ નોટ એટલે જૂની, ફાટેલી, કાણા  પડી ગયેલી અથવા ઘસાઈ ગયેલી નોટ, જેના ટુકડા થઈ ગયા હોય પણ બે જ ટુકડા હોવા જોઈએ. આ બંને ટુકડા એક જ નોટના હોવા જોઈએ. આવી નોટો બેન્ક બદલી આપે છે. દરેક નોટ પર સિક્યોરીટી ફીચર્સ હોવા જરૂરી હોય છે. 


મ્યુટિલેટેડ નોટ એટલે કે એવી નોટ કે જેનો કોઈ હિસ્સો જ મિસિંગ હોય અથવા એવી નોટ જેનાં બે કરતાં વધારે ટુકડા થઈ ગયા હોય. આવી નોટ જો આપણે બદલાવવા જઈએ

જો 50 રૂપિયા કરતાં વધારે રકમની નોટ બદલવી હોય, તો સૌથી મોટો ટુકડો 80% અથવા વધારે સાઇઝનો હોવો જોઈએ. જો નોટનો સૌથી મોટો ટુકડો 40 થી 80 ટકાની વચ્ચે તૂટેલો છે, તો આપણને 50 ટકા રૂપિયા જ પાછા મળી શકશે. જો સૌથી મોટો ટુકડો 40 ટકા કરતાં ઓછી સાઇઝનો છે તો આપણને એકપણ રૂપિયો પાછો નહીં મળે.


કેવી નોટો બેંક નહીં બદલી આપે? 

ખૂબ જ બળેલી નોટો, અડવાથી જ તૂટી જાય એવી નોટો, એકબીજા સાથે ચોંટી ગયેલ નોટ બેંક બદલી નહીં આપે. આવી નોટ માટે એક અલગ પ્રક્રિયા કરવી પડે છે, જે બધી બેન્ક નથી કરી શકતી. આવી નોટો બદલવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈશ્યૂ ઓફિસમા જવાનું રહે છે.


તો જો તમારી પાસે પણ છે ફાટેલી તૂટેલી પૈસાની નોટો તો આજે જ બેંકમાં જાઓ અને તમારી ખરાબ નોટ જમા કરવી નવી નોટ લઈ આવો. આવીજ રસપ્રદ માહિતી મેળવવા માટે જમાવટ સાથે જોડાયેલા રહો



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?