અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સોમવારે 22 જાન્યુઆરીના રોજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારને જબરદસ્ત આર્થિક ફાયદો થશે તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારના બજેટ મુજબ નાણાકિય વર્ષ 2024માં તેમની ટેક્સ રેવન્યુ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. SBI રિસર્ચના જણાવ્યા મુજબ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેન્ડિગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવતો ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.
#WATCH अयोध्या: प्रधानमंत्री नरेंद्र मोदी ने श्री राम जन्मभूमि मंदिर में राम लला की आरती की।#RamMandirPranPrathistha pic.twitter.com/iN3NpZaEmh
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024
ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડે પહોંચશે
#WATCH अयोध्या: प्रधानमंत्री नरेंद्र मोदी ने श्री राम जन्मभूमि मंदिर में राम लला की आरती की।#RamMandirPranPrathistha pic.twitter.com/iN3NpZaEmh
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024SBI રિસર્ચના રિપોર્ટ મુજબ વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ 2.2 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશી પર્યટકોએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2022માં 32 કરોડ જેટલા સ્થાનિક પર્યટકો ઉત્તર પ્રદેશ આવ્યા હતા. જે તેના આગલા વર્ષની તુલનામાં લગભગ 200 ટકા વધુ છે. રામ મંદિરના ઉદઘાટન બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ અયોધ્યા પહોચે તેવું અનુમાન છે.