આ શુક્રવારે 'બ્રહ્માસ્ત્ર' એ સિનેમાઘરોમાં દસ્તક દીધી. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા . પ્રેક્ષકોની અપેક્ષા મુજબ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયું છે. બ્રહ્માસ્ત્રની શરૂઆત ખૂબ જ શાનદાર હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે વૈશ્વિક સ્તરે 75 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ સાથે જ બ્રહ્માસ્ત્રના બીજા દિવસની કમાણી પણ સામે આવી છે. જેમાં ફિલ્મએ પેહલા દિવસ કરતાં પણ વધુ કમાણી કરી છે . અને ફિલ્મ 100 કારોડ ક્લબ માં એન્ટ્રી કરવા સુધી પોહચી ગઈ છે . અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.
એડવાંન્સ બૂકિંગ RRR કરતાં પણ વધાર
ઓપનિંગ ડે માટેજ 'બ્રહ્માસ્ત્ર’ની અદાજે 11 કરોડ ટિકિટ વહચાઈ હતી અને હિન્દી માં 10 કારોડ રૂપિયા જેટલી ટિકિટ નો વકરો થયો થતો બ્રહ્માસ્ત્રએ રાજમૌલીની RRR ના હિન્દી વર્જનને ઍડ્વાન્સ બૂકિંગ માં પાછળ મૂકી દીધું છે રાજમૌલીની ફિલ્મનું ઍડ્વાન્સ બૂકિંગ 7 કારોડ હતું . અને અયન મુખર્જી ની 'બ્રહ્માસ્ત્ર’નું 10 કારોડ એ પોહકહ્યું હતું હવે મોટી વાત એ છે કે હિન્દી વર્ઝન માટે ઓપનિંગ વિકેન્ડનું બૂકિંગ 22.25 કારોડ જેટલું છે .
રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ
'બ્રહ્માસ્ત્ર' રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી મોટું ઓપનિંગ કલેક્શન કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં રણબીરની 'સંજુ'એ 34.75 કરોડની કમાણી કરી હતી, આયન મુખર્જીના ડાઇરેક્શન માં બનેલી 410 કારોડ ના બજેટ ની 'બ્રહ્માસ્ત્ર’ રણબીર માટે મેજિક સાબિત થઈ છે છેલ્લા કેટલાય સમયથી રણબીર કપૂર ની ફિલ્મ પ્રેક્ષકો એ આટલી નોતી વખાણી જ્યારે 'બ્રહ્માસ્ત્ર’ એ રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ બનાવી દીધી છે 2015 માં આવેલી બોમ્બે વેલ્વેટ ઓપનિંગ કલેક્શન 5.20 કારોડ હતું તેના પછી આવેલી તમાશા એ 10.94 કારોડ નું ઓપનિંગ કલેક્શન કરિયું હતું અને 2018 માં આવેલી સંજુ એ 34.75 કારોડ કલેક્શન કરિયું ત્યાર બાદ સીધું 'બ્રહ્માસ્ત્ર’ જેને પહેલાજ દિવસે બોક્સ ઓફિસ પર જબરજસ્ત ઓપનિંગ કલેક્શન કરિયું .