ગુજરાત તથા દિલ્હીમાં કેટલી બેઠકો કોંગ્રેસ અને AAPના ફાળે જશે? જાણો સીટોની વહેંચણીનું લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2024-02-22 14:26:20

લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલું છે. દિલ્હી અને ગુજરાતમાં સીટોની વહેંચણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે તે અંગે બંને પાર્ટીના નેતાઓ મક્કમ છે. હવે કઈ સીટ પર સમજુતી સધાય છે તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


ગુજરાતની આ બે સીટો AAPના ફાળે


લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તે પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ ભરૂચના આદીવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા જોતા આ સીટ આપવા તૈયાર થઈ શકે છે.  આ માટે કોંગ્રેસ પાર્ટીને  મુમતાઝ એહમદ પટેલને મનાવવા પડશે. તે જ પ્રકારે  ભાવનગર લોકસભા બેઠક માટે AAPના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ ભાવનગર સીટ પણ આપને આપવા માટે કદાચ રાજી થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. 


દિલ્હીમાં શું છે તૈયારી?


દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે. AAP 4 સીટો પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને પૂર્વ, ઉત્તર પૂર્વ અને ચાંદની ચોક બેઠકો આપી શકે છે. જ્યારે નવી દિલ્હી પોતે દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?