ગુજરાતના ખાડા ક્યાં સુધી રાહદારીનો જીવ લેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:39:44

ગુજરાતના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાની સાઈડમાં ગુજરાતના રસ્તાઓ બન્યા છે તે અમને નથી ખબર પણ ગઈકાલનો નવસારીનો બનાવ વાંચીને તમે રોષે ભરાઈ જશો. ગઈકાલે રાત્રે ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના ખાડાએ એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો છે. 


કેવી રીતે બની ઘટના?

એક યુવાન વલસાડથી ટુ વ્હીલ પર સવાર થઈને બહેનને મળવા જતો હતો. પરંતુ આ યુવાનને નહીં ખબર હોય કે ગુજરાતના ખાડા તેને તેની બહેનને નહીં મળી દે. નેશનલ હાઈવે પર જતા સમયે હોન્ડ વિસ્તાર નજીક ખાડામાં બાઈક આવી જતા યુવાને બાઈક પર કાબૂ ગુમાવ્યો હતો. ખાડાના કારણે બાઈક અચાનક ઉંચું થઈ નીચે પટકાયું હતું. જેના કારણે બાઈક પર બેઠેલો યુવાન ખાડા આગળની બાજુ રોડ પર પટકાયો હતો અને પટકાતા યુવાનનું મોત થઈ ગયું હતું. 


અંતે સ્થાનિકોને ખાડો પૂરવો પડ્યો 

દુઃખની વાત તો એ છે કે ખાડાના કારણે યુવાનનું મોત થઈ જાય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે કોઈ કાર્યવાહી જ ના કરી. સ્થાનિક વિસ્તારના લોકોએ આ ઘટના બાદ ખાડો બૂર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની આ લાપરવાહી નિંદનીય છે. ખાડાના કારણે એક નિર્દોષ યુવાનનું મોત થયું તે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ મોડી રાત સુધી પહોંચી પણ નહોતી. 


આવા તો કેટલાય ખાડા હશે નેશનલ હાઈવે પર તો તેની જવાબદારી શું ત્યાંના નજીકના સ્થાનિકોની છે કે તે આવીને ખાડાઓ પૂરી જાય? નેશનલ હાઈવે બન્યા બાદ ઉઘરાણી માટે ટોલ ઉભા કરી દેવામાં આવે છે પણ ઘરમાં નાનું પોપડું પડે તો પણ તેના સમારકામ માટે આપણે તાત્કાલીક પગલા લેતા હોઈએ છીએ તો અહીં નેશનલ હાઈવે જે દેશની રાજધાની સુધી પહોંચે છે તેની કોઈ કામગીરી કેમ નથી કરવામાં આવતી? શું લોકોના જીવ જતા રહેશે પછી જ કોઈ કામગીરી થશે? લોકોના મોત થાય ત્યાં સુધી કામગીરી ના કરવી તે કેટલું યોગ્ય? દેશના રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કહે છે કે અમે રોજ હજારો કિલોમીટરના રોડ બનાવીએ છીએ પણ બન્યા બાદ તૂટી પણ જાયે છે તેની કામગીરી કોણ કરશે? આ એક સળગતો પ્રશ્ન છે અને ખાડાઓના કારણે નિર્દોષોનો જીવ જાય તે તો અતિ ગંભીર બાબત છે. આ ઘટના રાજ્ય તો ઠીક પણ કેન્દ્રની કામગીરી પર કલંક સમાન છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.