અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી ચઢાવાશે લોકોની બલિ! જૂનાગઢમાં બાળકીઓને પિતાએ ધુણાવી અને અંગારા પર ચલાવી


  • Published By :
  • Published Date : 2023-03-30 15:44:18

કહેવા માટે તો આપણે એક્વીસમી સદીમાં જીવીએ છીએ. ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આપણને વિચારવા મજબૂર કરી રહ્યા છે કે સાચે આપણે વિચારોની દ્રષ્ટિએ આટલા આગળ વધ્યા છીએ? આ વાત એટલા માટે કરવી છે કારણ કે કેશોદથી એક એવી ઘટના સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દે તેવી છે. બાળકીમાં ભૂત પ્રેત છે તેવું કહી સગીરાને પિતાએ અંગારા પર ચલાવી, અને દીકરીને ધૂણાવી.        


કેશોદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના 

અંધશ્રદ્ધાનો શિકાર અનેક લોકો બનતા હોય છે. ત્યારે કેશોદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક છોકરી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. આ ઘટના જૂનાગઢના કેશોદના એક ગામની છે. ગામડામાં એક મા પોતાની ત્રણ દીકરીઓ સાથે સાતેક વર્ષથી પતિથી અલગ રહેતી હતી. ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પતિને સમાધાન કરવું છે તેમ કહીં પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પતિએ પત્નીને બધા સાથે આવવાનું કહ્યું. 


અંગારા પર ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો!  

પતિ તરફથી આમંત્રણ મળતા પત્ની દિકરીઓ સાથે હવનમાં ગઈ. પરંતુ આગળ દીકરી સાથે શું થવાનું છે તેની જાણ માને ન હતી. સમાધાન કરવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં જે બન્યુંએ ભયંકર હતું. હવનમાં પતિએ ભૂવાઓ સાથે મળીને દિકરીને ધૂણાવી.એવું પણ કહેવામાં આવ્યું હતું દીકરીને માતાજી આવ્યા છે. પરંતુ આની આગળ જે થયું તે ભયાનક હતું. પિતાએ દીકરીને આગ પર ચલાવી અને હવનમાં દીકરીનો હાથ નાખ્યો. દીકરીની બલિ ચઢાવવા માટે કહ્યું પણ દીકરીએ ના પાડી તો તેને ઢોર માર માર્યો અને બે દિવસ દીકરીને ભૂખી રાખી. જો એ દિકરીની મા ના હોત તો આજે દિકરી જીવતી ના હોત. દિકરીનો વાંક એટલો જ હતો કે એ બાપ સાથે નહીં પણ મા સાથે રહેતી હતી. આવી તો ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી છે.


આ ઘટના અંગે તપાસ કરવામાં આવશે - મંત્રી  

આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઈ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. 


લોકોને જાગૃત કરવા એ આપણી સામાજીક ફરજ  

મહત્વનું છે કે એક તરફ આપણે હાઈટેક અને ટેક્નોલોજીભર્યા સમયની વાત કરીએ તો છીએ પણ આજે પણ આવી ઘટનાઓ માનવતાને શમર્સાર કરી દે છે. શિક્ષિત સમાજમાં પણ આવા બનાવો બનતા રહેશે તો આ બહુ ગંભીર ઘટના છે.. આ મામલે અનેક સંસ્થા એવી છે જે આ અંગે જાગૃતિ લાવવા કામ કરે છે. આ પ્રકારના સમાચારો આપણા સમાજ માટે શરમની વાત કહેવાય કે 21મી સદીમાં પણ આવી ઘટનાઓ ઘટી રહી છે.. જ્યારે આપણી નજીકમાં આવી ઘટનાઓ ઘટે ત્યારે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી આવી ઘટનાઓ બંધ થાય અને અંધશ્રદ્ધાના નામે લોકોની અપાતી બલી રોકી શકાય.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.