ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સોશિયલનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમારએ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.
ભરોસો ગુજરાતને છે મોદીજી પર - ભાજપ
ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પાર્ટી એક બીજા પર પ્રહાર કરતી હોય છે ત્યારે ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખયું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમાર,એ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.
મતદાતા ભાજપને નહીં પરંતુ મોદીજીને મત આપે છે
ભાજપની આ પોસ્ટ જોઈ એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં આટલા બધા વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ પ્રચાર ભાજપનો થવાને બદલે વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે ભાજપ પાસે મોદીજી સિવાય એવો એક પણ ચહેરો નથી જેના દમથી ભાજપ ચૂંટણી જીતી શકે. અનેક લોકો પણ ભાજપને નહીં પરંતુ મોદીના નામ પર વોટ કરતા હોય છે.