માતા કેવી રીતે આટલી નિષ્ઠુર બની શકે છે! આઈફોન માટે માતા પિતાએ વેચી દીધો 8 મહિનાના માસુમ બાળકને! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 12:13:20

આઈફોન માત્ર ફોન નથી પરંતુ આજના જમાનામાં તેને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. લોકો એવું માનતા હોય છે કે જેમની પાસે આઈફોન છે તેમનો જ સોસાયટીમાં વટ પડે છે. વડ પાડવા તેમજ કલર કરવા અનેક લોકો આઈફોન માટે ઉધાર લેતા હોય છે, ઈએમઆઈ ભરતા હોય છે, વગેરે... વગેરે... એવા અનેક મિમ્સ પણ આપણે જોયા હશે કે શરીરના અંગ વેચી આઈફોન લેવડાવવાની વાત કરવામાં આવે છે. એવી વાતો મજાકમાં કરવામાં આવતી હોય છે જો આવી ઘટના સાચે બને તો? એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શરીરના અંગને નહીં પરંતુ આઠ માસની માસુમ દીકરીને વેચી દેવામાં આવી છે.  


આઈફોન માટે માતાએ વેચી નાખ્યો 8 માસના સંતાનને!

અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાની. અહીં એક માતાને રીલ બનાવવાનો એવો ચસ્કો ચડ્યો કે તેણે પોતાનું બાળક વેચી દીધું. ઉત્તર 24 પરગણા જિલ્લાની આ ઘટના છે, જેમાં માએ આઈફોન 14 ખરીદવા માટે પોતાના 8 મહિનાના બાળકનો સોદો કરી નાખ્યો. જે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ તે મહિલાના હાથમાં આઈફોન હતો જેને જોઈ આસપાસના લોકોને પ્રશ્ન થવો સ્વભાવિક હતો.  પડોસીયોએ જોયું કે ઘણા દિવસોથી તે ઘરમાં જે નાનું બાળક હતું એ દેખાતું નથી અને તે મહિલા રિલ્સ બનવા માટે અલગ અલગ જગ્યાએ જઈ રહી હતી. 


પડોસીને શક જતા સામે આવી પૂરી ઘટના 

આ અંગે પડોસીને કઈ ગડબડ હોય તેવો ભાસ થયો અને શક જતાં પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે આખો ભાંડો ફૂટ્યો. પોલીસે આ મામલે તપાસ કરી અને માતાની સઘન પૂછપરછ કરી અને એ જાણવાની કોશિશ કરી કે તે બાળક ક્યાં છે? બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપત્તિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે. એટલુંજ નહીં તેમની એક 7 વર્ષની દીકરી પણ છે, અને આની પહેલા તેના પિતા જયદેવએ પુત્રીને વેચવાનો પ્રયાસ કર્યો હતો 


બે લાખમાં માતાએ આપી દીધું પોતાનું સંતાન! 

કહેવાય છે કે બાળકને જન્મ આપતા પહેલા મહિલાએ ગર્ભપાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી માતા અને પતિની ધરપકડ કરી લીધી. પોલીસે બાળકને વેચવા બદલ માતા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે બાળકને ખરીદનાર પ્રિયંકા નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બાળકને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. બાળકની કિંમત માતાએ બે લાખ લગાવી!


સોશિયલ મીડિયાથી અંજાઈ ન જવું જોઈએ. 

આવી ઘટના સાંભળ્યા પછી એવો સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક માં જેને દુનિયામાં બધાથી ઉપર માનવામાં આવે છે, કે કઠિનમાં કઠિન મુશ્કેલીઓનો સામનો કરી બાળકને મોટો કરે છે. ત્યારે માં પોતાના ફૂલ જેવા બાળકને વેચી નાખે છે માત્ર આઈફોનની ઘેલછામાં? આ સોશિયલ મીડિયાએ તો હદ કરી યાર.. યુવાનો રીલ બનાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અનેક યુવાનો રિલ બનાવવાના ચક્કરમાં પોતાના જીવનને જોખમમાં મૂકે છે. આવી ઘટનાઓ બાદ આપણે બધાએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાની જે દુનિયા છે તે ખૂબ અલગ છે. મોટા ભાગે આપણે એમાં જે જોઈએ છે એ ફેક હોય છે એટલે એનાથી અંજાઈ ન જવું જોઈએ।  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?