માનવ સમાજમાં અમુક એવી ઘટના ઘટે છે જે આપણને માણસ હોવા પર શરમ કરાવે છે. આપણને વિચારવા મજબૂર કરી દે છે કે માણસ આટલે હદે હેવાન કેવી રીતે હોઈ શકે છે? માનવતાને શર્મસાર કરે તેવી ઘટનાઓ પ્રતિદિન સામે આવી રહી છે. હમણા થોડા સમય પહેલા એક યુવાન પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે માફિયાઓને માટી ભેગા કરી દઈશું. એ જ ઉત્તર પ્રદેશમાંથી સમાચાર આવ્યા છે કે ચોરીના આરોપમાં બે સગીર છોકરાઓને બાંધી, ગુપ્તાંગમાં ચટણી નાખી, પેશાબ પિવડાવીને પેટ્રોલનું ઈન્જેક્શન માર્યું હતું.
ચોરી કરવાના આરોપમાં સગીર છોકરાઓ પર કરાયો અત્યાચાર
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં એવી ઘટના બની છે જે રૂંવાડા ઉભા કરી દે તેવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કોનકટી ચાર ચોક પર આઝમ નામનો વ્યક્તિ મરઘા ઉછેર કેન્દ્ર ચલાવે છે. આઝમ અને તેના સગા વ્હાલા આ મરઘા કેન્દ્રનું સંચાલન કરે છે. શુક્રવારે બપોરના બે વાગ્યા નજીક સઈદ અને તેની સાથે કામ કરતા ચારેક લોકોએ પૈસા ચોરવાના અને મરઘા ચોરવાના આરોપમાં બે સગીર છોકરાઓને પકડ્યા હતા કે તમે અમારા મરઘા ઉછેર કેન્દ્રમાંથી મરઘા પકડ્યા છે. મરઘા ચોરવાનો ગુનો સગીર છોકરાઓએસ્વીકાર્યો નહીં તો સઈદે જે કર્યું એ માણસ જાતને શરમાવે તેવું હતું.
બોટલમાં પેસાબ ભરીને બાળકોને પીવડાવ્યું
સઈદ અને તેના સાથીઓએ બંને બાળકોને ચોરીની કબૂલાત કરે એટલે બળજબરીથી મરચાં ખવડાવ્યા હતા હતા. આનાથી તેમનું પેટ ન ભારાયું તો સગીર છોકરાઓને ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. તો પણ છોકરાઓએ ચોરીની કબૂલાત ન કરી કે અમે ચોરી કરી છે. તે પોતાની વાત મૂકી રહ્યા હતા કે અમે ચોરી નથી કરી. હવે સઈદનો પારો છટક્યો કે આને કેમ કબૂલ કરાવું. પછી તેણે વિચાર્યું તે એકદમ પિશાચી માનસિકતા વાળો વ્યક્તિ વિચારે તેવું હતું. તેણે બોટલમાં પેશાબ ભરીને બંને છોકરાઓને પીવડાવ્યું.
એએસપી પીડિતોને મળ્યા અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
ધરાર નાના છોકરાઓને સઈદે પોતાનો પેશાબ પીડવાવ્યો. સઈદ અને તેમના સાથીઓની હેવાનીયત અહીં જ ન અટકી તેણે પેટ્રોલ લીધું. પછી ઈન્જેક્શનમાં પેટ્રોલ ભર્યું અને બંને છોકરાઓને પેટ્રોલના ઈન્જેક્શન આપ્યા. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયા બાદ પીડિતાના સગાઓએ પાથરા પોલીસને લેખિત ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનામાં એક પીડિત સગીર હિન્દુ હોવાનું કહેવાય છે, જેને લઈને ઈન્ટરનેટ મીડિયા પર અલગ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘટનાની માહિતી મળતાં જ એએસપી સિદ્ધાર્થ પીડિતોને મળ્યા અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું.
તપાસ દરમિયાન સામે આવી આ બાબતો!
પોલીસે સઈદ અને તેમના પરિવારજનોની અને તેમના ધંધાની વિગતો મેળવી તો જાણવા મળ્યું કે. મરઘા ઉછેર કેન્દ્રના સંચાલક છેલ્લા ત્રણ વર્ષથી રજીસ્ટ્રેશન વગર કેન્દ્ર ચલાવતો હતો એટલું જ નહીં, સ્થળ પર જ મરઘીઓને કાપીને વેચતો હતો. જ્યારે એવો નિયમ છે કે જો મરઘાં કાપીને મરઘા ઉછેર કેન્દ્ર પર વેચવામાં આવે છે, તો તે ફાર્મ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં તે મરઘા ઉછેર કેન્દ્રની નોંધણી હોવી જરૂરી છે. ડીઓ જીકે દુબેએ જણાવ્યું કે તેમને આ અંગેની જાણ નહોતી, વિભાગ તપાસ કરશે અને ઓપરેટર સામે કાર્યવાહી કરશે.
બાળકોને અપાયું પેટ્રોલનું ઈન્જેક્શન
બેવાન સીએચસીના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રવણ તિવારીએ જણાવ્યું કે, જો કમર પર પેટ્રોલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય, તો સૌ પ્રથમ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરો. કારણ કે પેટ્રોલ લોહીમાં પરિભ્રમણ કરી શકે છે અને કિડની અને હૃદય પર ખરાબ અસર કરે છે. લોહીમાં ધીમે ધીમે ભળતું પેટ્રોલ નર્વસ સિસ્ટમને નુકસાન કરીને પેરાલિસિસનું કારણ બની શકે છે.
શું માનવોમાં માનવતા મરી પરવારી?
એએસપી સિદ્ધાર્થે જણાવ્યું કે પાથરા પોલીસને ફરિયાદ મળી છે. છ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ભારતમાં હમણા જે ઘટનાઓ જોવા મળી રહી છે તે અતિ ગંભીર છે. માણસની માણસાઈ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર બનતી ઘટનાઓ આપણને એ વિચારવા મજબૂર કરે છે આપણે સમાજને કઈ દિશામાં આગળ વધારી રહ્યા છીએ.