આ જૂઓ કેવો હોય છે દાઉદી વ્હોરા સમુદાય, જેને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય મનાય છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-11 19:42:04

દાઉદી વ્હોરા સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ નાતો રહેલો છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયના સૈફ એકેડમીના એક કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વ્હોરા સમુદાયના એક કાર્યક્રમોમાં પીએમ મોદી સામેલ થતા હોય છે. આ દાઉદી વ્હોરા સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાતની માહિતી દાઉદી વ્હોરા સમુદાયની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે. 


સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું મુખ્યાલય

દાઉદી વ્હોરા સમુદાયને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ સમુદાયના અંતિમ અને 21માં ઈમામ તૈયબ અબુલને ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે 1132 પછી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ થઈ જેમને દાઈ-અલ-મુતલક સૈયદના કહેવામાં આવે છે. 11મી સદીમાં ઈજિપ્તથી આ સમુદાય ભારત આવ્યો હતો અને 1539 આસપાસ ભારતમાં ખૂબ ઝડપથી આ સમુદાયનો વિસ્તાર થયો. ભારતમાં સમુદાયનો વિસ્તાર થવાથી આ સમુદાયે પોતાનું મુખ્યાલય યમનથી શિફ્ટ કરી ગુજરાતના સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું.       


સમગ્ર દેશમાં દાઉદી વ્હોરાની સંખ્યા 10 લાખની આસપાસ 

1558માં આ સમુદાયમાં વંશજ માટે વિવાદ સર્જાયો હતો. 1588માં આ સમુદાયના 30માં સૈયદનાનાં મોત પછી તેમનું વંશજ કોણ બનશે તે માટે વિવાદ ઉભો થયો હતો. દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે પદને લઈ વિવાદ છેડાયો જે બાદ વ્હોરા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ થયો દાઉદી વ્હોરા અને બીજો ભાગ થયો સુલેમાની વ્હોરા. ભારતમાં આ સમુદાયના વસતીની વાત કરીએ તો દાઉદી વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે જ્યારે સુલેમાની વ્હોરાની વસતી 3 લાખ આસપાસ છે જ્યારે સમગ્ર  વિશ્વમાં દાઉદી વ્હોરાની વસતી 10 લાખ અને સુલેમાની વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે. સુલેમાની વ્હોરાની ઓફિસ યમનમાં આવી છે જ્યારે દાઉદીની ઓફિસ મુંબઈમાં આવેલી છે.     

 

વ્હોરામાં આધ્યાત્મિક ગુરૂને માનવામાં આવે છે સવોચ્ચ શક્તિ 

સૈયદનાના પદ ઉપર બેઠેલા વ્યક્તિને સમુદાયના લોકો સુપર ઓથોરિટીને સર્વોચ્ચ સત્તા માને છે. હાલ આ સમાજના લીડર ડો.સૈયદના મુફદ્લ સૈફુદ્દીન છે. 2014માં 52માં નેતા ડો. સૈયદની મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..