Sakshi malikના સન્યાસની જાહેરાતને લઈ ગરમાઈ રાજનીતિ! Congressએ કહ્યું BJPનું સૂત્ર बेटी रुलाओ, बेटी सताओ और बेटियों को घर बिठाओ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 12:52:34

થોડા મહિનાઓ પહેલા દિલ્હી ખાતે મહિલા કુસ્તીબાજો WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કરી રહી હતી. યૌન શોષણ લઈ મહિલા કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોતાની માગને લઈ દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન ચાલ્યું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. તે બાદ મામલો શાંત થઈ ગયો પરંતુ ગઈકાલે સાક્ષી મલિકે કુસ્તીબાજીથી સન્યાસ લેવાની વાત કરી કારણ કે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના વ્યક્તિ WFIના અધ્યક્ષ બન્યા. આ મુદ્દાને લઈ હવે કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. 

સાક્ષી મલિકે લીધો મહત્વનો નિર્ણય 

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે એકતરફી જીત મેળવી છે. પ્રમુખ પદ માટેની સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શ્યોરણ સામે હતી. આ જીતને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની જીત તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે.


જો WFIના પ્રમુખ જો આ રહેશે તો.... 

મીડિયા સાથે વાત કરતી વખતે સાક્ષીએ  રડતી આંખે કહ્યું- અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતું હવે જો બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ રહેશે એટલે હવે હું મારી કુસ્તી છોડી રહી છું. હવે હું તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું. 


કોંગ્રેસ આ મુદ્દે દેખાઈ રહી છે આક્રામક! 

આ વાતને લઈ હવે કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. આ મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કુસ્તીબાજ પુત્રીઓના જાતીય શોષણના આરોપમાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહના સહાયક સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિ એ ભારતના રમત-ગમતના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે. ખેડૂતની કુસ્તીબાજ દીકરીની આંખમાંથી નીકળતું દરેક આંસુ મોદી સરકારની બેશરમીનો પુરાવો છે. ભાજપનું સૂત્ર છે - "દીકરીઓને રડાવો, દિકરીઓને સતાવો અને દિકરીઓને ઘરે બેસાડો."

ભાજપના સાંસદની નથી કરવામાં આવી ધરપકડ - કોંગ્રેસ 

તો એક બીજી ટ્વિટમાં લખ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે પહેલો ઓલિમ્પિક મેડલ જીતનાર હરિયાણાના એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરીને આજે મોદી સરકારના 'પ્રભુત્વ'થી વતન જવાની ફરજ પડી છે. કુસ્તીબાજની દીકરીઓ ન્યાયની માંગ કરવા જંતર-મંતર પર બેઠી હતી પરંતુ ભાજપ સરકારે તેમને દિલ્હી પોલીસના જૂતાથી કચડી નાખ્યા હતા. જ્યારે મહિલા કુસ્તીબાજોએ ખુદ પીએમ મોદી, ગૃહમંત્રી અને ખેલ મંત્રીને ન્યાયની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવી ન હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?