સામ પિત્રોડાના નિવેદન પર ગરમાઈ રાજનીતિ, ભારતના લોકો માટે આપ્યું વિવાદિત નિવેદન, તો PM Modiએ પણ આપી આ મામલે પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 16:59:34

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગઈ છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અગાઉ તેમણે ભારતમાં વિરાસત ટેક્સ લાદવા માટે ટિપ્પણી કરી હતી અને હવે તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. . 

શું કહ્યું સેમ પિત્રોડાએ?

સામ પિત્રોડા overseas કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી કરતા તેમણે પૂર્વ ભારતના લોકોના દેખાવને ચાઈના સાથે સરખાવ્યા છે. જ્યારે પશ્ચિમ ભારતના લોકોના દેખાવને આરબ દેશોના લોકો સાથે સરખાવ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના લોકોના દેખાવને આફ્રિકન લોકો સાથે સરખાવ્યા છે. સામ પિત્રોડાના નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે ફરી એક વખત.. મહત્વનું છે કે સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે.  

પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર આપી પ્રતિક્રિયા 

સામ પિત્રોડાના નિવેદનને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.. ટિપ્પણી પર વડાપ્રધાન મોદીએ તેલંગણાના વારંગલથી  આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર જનસભામાં તેમણે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આજે હું ખૂબ જ ગુસ્સામાં છું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકુમારના મિત્ર, ફિલોસોફર અને ગાઇડે જે કહ્યું તેનાથી મને ગુસ્સો આવી ગયો. તેમનું નિવેદન સંપૂર્ણપણે જાતિવાદી અને ખૂબ જ ખરાબ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.' મહત્વનું છે કે ભારતીયોના દેખાવને લઈને આ ટિપ્પણી ખુબ ચર્ચામાં આવી છે આ અગાઉ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને જ્યારે ટિપ્પણી કરી હતી ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આક્રમકઃ બની ગઈ હતી.ના માત્ર પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?