સુરતના અશ્વો બની રહ્યા છે ગ્લેન્ડર નામના રોગનો શિકાર, અનેક અશ્વોને અપાઈ દયામૃત્યુ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-17 09:31:14

કોરોના મહામારીને કારણે માણસોના જીવ જોખમમાં મૂકાયા હતા તેવી રીતે ઘોડાઓના જીવ ગ્લેન્ડર નામના રોગને કારણે જોખમમાં મૂકાયા છે. અશ્વોમાં ગ્લેન્ડર રોગ ફેલાઈ રહ્યો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો ગ્લેન્ડર નામના રોગનો શિકાર બની રહ્યા છે. લાલદરવાજા વિસ્તારના 6 ઘોડાઓના ગ્લેન્ડર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમને મૃત્યુ આપવામાં આવી છે અને દફન પણ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત અનેક ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ઘોડાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ગ્લેન્ડર રોગથી વધી અશ્વમાલિકોની ચિંતા 

લગ્નની સિઝન દરમિયાન વરઘોડા માટે અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વની માગ પણ આ સમય દરમિયાન વધતી હોય છે ત્યારે સુરતના લાલદરવાજા વિસ્તારના અશ્વો ગ્લેન્ડર રોગનો શિકાર બની રહ્યા છે. અશ્વોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા જાનૈયાઓ હેરાન થઈ ગયા છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અશ્વોના માલિકોની થઈ રહી છે. ઓર્ડર કેન્સલ થતા તેમજ અશ્વો ચેપી રોગનો શિકાર બનતા અશ્વના માલિકોની ચિંતા વધી છે.   


મનુષ્યમાં પણ ચેપ ફેલાવાનો ડર!

ગ્લેન્ડર રોગની વાત કરી એ તો અશ્વકુળના પશુઓ જેવા કે અશ્વ ખચ્ચર વગેરેમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને ખૂબ વધુ તાવ આવવો તેમજ ચામડી ઉપર ચાંદા જેવા લક્ષણો દેખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગ્લેન્ડર રોગના કારણે અશ્વોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. અનેક અશ્વોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રોગ મનુષ્યોમાં ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 


અનેક અશ્વોના લેવાયા સેમ્પલ 

નાયબ કલેક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે ક્લેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડોક્ટરો ગ્લેન્ડર પોઝિટિવ આવેલા અશ્વને ઈન્જેક્શન આપીને દયામૃત્યુ આપી રહ્યા છે. હજી સુધીમાં કુલ 6 જેટલા પશુઓને દયામૃત્યુ આપવામાં આવી છે. તે સિવાય હજી સુધી અંદાજીત 150 જેટલા ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?