દિલ્હીમાં કંઝાવાલામાં થયેલી દર્દનાદ ઘટના જેવી જ એક બીજી ઘટના ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. આ ઘટનામાં પણ અકસ્માત થયા બાદ ડમ્પરની નીચે મહિલા કચડાઈ ગઈ હતી. ડમ્પરમાં ફસાયૂલું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ઘસાડી ગયું જેને કારણે સ્કૂટી, ડમ્પર અને મહિલાનો મૃતદેહમાં આગ લાગી. આ ઘટનાને કારણે લોકોનો રૂવાંટા ઊભા થઈ ગયા છે.
ડમ્પર સાથે અકસ્માત થતા બની દુર્ઘટના
નવા વર્ષે રાજધાની દિલ્હીમાં જે ઘટના બની તેની ચર્ચાઓ અને તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે દિલને કંપાવી દે તેવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ઘટનામાં પણ ડમ્પરની સાથે મહિલા અને તેનું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ખેંચાતા ગયા. જે બાદ ડમ્પરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.
મહિલા, સ્કૂટી અને ડમ્પરમાં લાગી આગ
અઠવાડિયામાં આવી બીજી ઘટના છે જેમાં અકસ્માત થયા બાદ ઘસેડાઈ જાય છે. અંજલીના કેસમાં પણ તે અનેક કિલોમીચર સુધી ખેંચાઈ હતી ત્યારે આ ઘટનામાં પણ આવી જ વસ્તુ બની. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા કૃષિ વિશ્વવિદ્યાલયની કનિષ્ઠ બાબૂ પુષ્પા સિંહ હતા. અકસ્માત સર્જાયા બાદ સ્કૂટી ડમ્પરમાં ફસાઈ ગઈ. અને ડમ્પરમાં ફસાયેલું સ્કૂટી 3 કિલોમીટર સુધી ઘસેડાયું અને તે બાદ આગ લાગી હતી. ડમ્પર અને સ્કૂટી સળગતા મૃતદેહ પણ સળગી ગયો હતો. અકસ્માત થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.