લવ જેહાદ શબ્દ આજકાલ અવાર નવાર સાંભળવા મળી રહ્યો છે. લવ જેહાદને લઈ અનેક નેતાઓ નિવેદન આપી રહ્યા છે. અનેક વખત લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો છે... અનેક કિસ્સાઓ આપણી સામે લવ જેહાદ સામે આવ્યા છે.. લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી.
લવ જેહાદને લઈ હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ!
નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ નિવેદન આપતા હોય છે. ત્યારે ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ નિવેદન આપ્યું છે. ગઈકાલે હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા ત્યાં ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું જેમાં તેમણે લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે..
શું કહ્યું હર્ષ સંઘવીએ?
નિવેદન આપતા તેમણે કહ્યું કે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે... આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો.પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે... કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહી. મહત્વનું છે કે લવ જેહાદનો ભોગ અનેક લોકો બની રહ્યા છે.