આનંદો! સરકારી કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા જાહેર, 11 થી 15 નવેમ્બર સુધી માણી શકશે મિની વેકેશન


  • Published By :
  • Published Date : 2023-11-05 15:22:12

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને ગૂડ ન્યુઝ આપ્યા છે, ગુજરાત સરકાર કર્મચારીઓ પર મહેરબાન થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધીનું મિની વેકેશન માણી શકશે. કર્મચારી સંગઠન દ્વારા દિવાળી દરમિયાન સળંગ રજાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી હવે સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ મળી શકશે. જેથી તેઓ ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકશે. તા. 13 નવેમ્બરનાં રોજ અધિકારીઓ/  કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9 ડિસેમ્બરનાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.  


સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો પરીપત્ર 


રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે જે અનુસાર આગામી ડિસેમ્બર મહિનાની 9મી તારીખે બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ જ રહેશે. ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી રજા, 12 નવેમ્બરના રોજ દિવાળી અને રવિવારની રજા છે. જ્યારે 13મીએ પડતર દિવસ બાદ 14 નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ રજાઓ વચ્ચે 13 નવેમ્બર સોમવારના રોજ સરકારી કચેરી ચાલુ રાખવામાં આવી હતી.જો કે દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુથી 13 નવેમ્બર સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેના બદલામાં 9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.