અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરના 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે. ટક્કર એટલી ગંભર હતી કે એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થયું છે જ્યારે બીજી યુવતીની હાલત ગંભીર છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલા માટે લોકોમાં ભભૂકી ઉઠ્યો છે કારણ કે અનેક કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડી રહ્યા હતા. આ અંગે પોલીસે તપાસ આરંભી છે અને ગુન્હો નોંધ્યો છે.
ટ્રકની અડફેટે આવતા યુવતીનું થયું મોત
રસ્તા પર ચાલતા વાહનો અનેક લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. વાહનોની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ટ્રકની અડફેટે ટુ-વ્હીલર આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ એક મહિલાનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના શહેરના નવા 150 ફૂટ રોડ પર બની છે. આ સ્થળ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
ખરાબ રસ્તાને કારણે સર્જાય છે અનેક અકસ્માત!
આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર જે છોકરીનું મોત આ અકસ્માતમાં થયું છે તે 22 વર્ષની હતી અને અભ્યાસ કરી રહી હતી. એવી માહિતી પણ છે કે મોરડીયા સનસાઈન કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને તે બીજી એક યુવતી સાથે કોલેજ જઈ રહી હતી તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કોલેજમાં જતી વખતે આ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી ટ્રકે વાહનને અડફેટે લીધી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે આ ઘટનાને પગલે કેસ નોંધી લીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે.