Suratમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 15:05:30

થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત થયો હતો જેમાં નબીરાએ અનેક લોકોને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં અનેક લોકોના મોત થાય છે... ઘણી વખત રસ્તા પરથી આપણે પસાર થતા હોઈએ તો પણ ડર લાગે કે ક્યાંક અકસ્માત ના સર્જાય. ઘણી વખત વાંક માત્ર સામે વાળા વ્યક્તિનો હોય પરંતુ તેનું પરિણામ અનેક લોકોને ભોગવવું પડતું હોય છે.. ઓવરસ્પીડને કારણે અનેક કિસ્સાઓમાં ગાડી ચાલક નશા પણ હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. 




પુર ઝડપે ગાડી આવી અને 7 લોકોને અડફેટે લેતી ગઈ 

હિટ એન્ડ રનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં બેફામ બનેલા કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેની ધરપકડ પોલીસે કરી છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની છે.. શુક્રવારની રાત્રે કાર ચાલકે રોડની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને આ દુર્ઘટના બની તેવી માહિતી સામે આવી છે.. 



પોલીસે કરી કાર ચાલકની અટકાયત!

ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે માત્ર અમુક ક્ષણોમાં અનેક લોકોની જીંદગી ખતમ કરી નાખી. પરિવારનો માળો વિખરાઈ જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે.. અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરવાળાઓને ટેન્શન રહેતું હોય છે.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?