હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. આજકાલ લોકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે જાણે રસ્તો તેમના બાપાનો હોય. બાપના બગીચામાં જાણે વાહન ચલાવતા હોય તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે બીજી ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢમાં એક વ્યક્તિનું નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિના મોત હિટ એન્ડ રનની ઘટનામાં થયા છે. ઈકો કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે.
જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરવાળાઓને રહેતું હોય છે ટેન્શન!
અકસ્માત શબ્દ આજકાલ ઘણો સામાન્ય બની ગયો છે. પ્રતિદિન અનેકો અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે જવાબદાર હોય છે વાહનની ગતિ. લોકો એટલી સ્પીડમાં વાહન ચલાવતા હોય છે કે જો બ્રેક લગાવવાની આવે તો પણ તે મુશ્કેલ સાબિત થાય, આજકાલ લોકો એવી રીતે ગાડી રસ્તા પર ચલાવી રહ્યા છે જાણે આ રસ્તો તેમના બાપનો..! અનેક લોકોને રસ્તા પર આપણે સ્ટંટ કરતા જોયા છે. આજકાલ તો કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સુધી આપણે ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે.
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત
અકસ્માત, હિટ એન્ડ રનની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક અકસ્માત જૂનાગઢમાં સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં બે લોકો બાંટવાના હતા જ્યારે એક વ્યક્તિ માણાવદરનો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત વાહનની અડફેટે આવતા થઈ ગયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.