ચંદ્ર તરફ ચંદ્રયાન-3એ ગતિ કરી છે. શ્રીહરિકોટાથી ISRO દ્વારા ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે આ ચંદ્રયાન-3 તૈયાર કરવામાં આવ્યું છે. બપોરે 2.35 વાગ્યે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. 50 દિવસની યાત્રા કરીને ચંદ્રના ધ્રુવ પાસે લેન્ડ થશે.ચંદ્ર પર અમેરિકા, રશિયા, ચીન અને ભારતે પોતાના અવકાશયાન મોકલ્યા છે. ત્યારે જાણીએ ચંદ્રયાન-3ની વિશેષતા વિશે.







