બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારા પર વસેલા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળી હતી. દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે બિપોરજોયે નુકસાન સર્જ્યું હતું. ભારે પવનને કારણે તેમજ ધોધમાર વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે જગત મંદિર દ્વારકામાં પણ બિપોરજોય વાવાઝોડાને કારણે ધજા અનેક દિવસો સુધી ચઢાવવામાં આવી ન હતી. જ્યાં સુધી બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું નહીં ત્યાં સુધી માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. ત્યારે ધજાને લઈ મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દિવસમાં પાંચ ધજાની બદલીમાં 6 ધજા ચઢાવવામાં આવશે.
આગામી દિવસો દરમિયાન પાંચ નહીં પરંતુ ચઢશે 6 ધજા!
જગત મંદિર દ્વારકામાં પ્રતિદિન શિખર પર પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. દિવસમાં પાંચ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક દિવસો સુધી ધજા ચઢાવવામાં આવી ન હતી. જેને લઈ ભક્તોમાં નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલથી ભક્તોની ધજા ચઢાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ધજા ચઢી શકે તે માટે જગતમંદિર ધજા રોહણ સમિતિએ એતિહાસિક નિર્ણય લીધો છે જે મુજબ 15 દિવસ દરમિયાન મંદિરના શિખર પર પાંચ નહીં પરંતુ છ ધજા ચઢાવવામાં આવશે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાના સમય દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ધજા ચઢાવવામાં આવતી ન હતી. જેને લઈ અનેક ધજાઓ અર્પણ કરવાની બાકી રહી ગઈ હતી. ત્યારે ભક્તોના હિતમાં કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે.
બિપોરજોય વાવાઝોડા દરમિયાન ન હોતી ચઢાવાઈ ધજા
દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને દરરોજ સવારે 3 અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી ધજા શિખર પર ચઢાવવામાં આવતી ન હતી. આસ્થા સાથે ભક્તો ધજા અર્પણ કરતા હોય છે પરંતુ બિપોરજોયના સમયે ધજા અર્પણ કરવામાં આવી નથી. જેને લઈ આગામી 15 દિવસ સુધી શિખર પર 6 ધજા ચઢશે. સવારે ત્રણની જગ્યાએ ચાર ધજા અર્પણ કરવામાં આવશે અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે કોઈ મશીન અથવા તો સીડી રાખવામાં આવે છે પરંતુ દ્વારકા મંદિરમાં બ્રાહ્મણ પોતે શિકર પર જઈ ચઢા ચઢાવે છે. ગમે તેવી ઋતુ હોય પરંતુ ધજા શિખર પર જઈ ચઢાવવાનું નથી ચૂકતા.