અનંતની યાત્રાએ હીરાબા


  • Published By :
  • Published Date : 2022-12-30 10:30:03

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી આપી હતી. માતાનું નિધન થતા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. માતા હીરાબાને પીએમ મોદીએ કાંધ આપી હતી. ગાંધીનગર ખાતે આવેલા મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાને મુખાગ્નિ આપી હતી.

 

 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે