ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રીજી વખત ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલો થયો છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો.
મંદિરની દિવાલો ખાલિસ્તાની સુત્રો
મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિંદુ મંદિરને તોડવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર ખાવિસ્તાનના સમર્થનમાં સુત્રો લખ્યા છે. ઈસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. મેલબોર્નમાં ભક્તિ યોગ આંદોલનનું એક પ્રસિધ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિર સાથે તોડફોડ કરવામાં આવી અને દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ જેના સુત્રો પણ લખવામાં આવ્યા હતા.
હિંદુઓએ હુમલાને વખોડ્યો
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હિંદુ મંદિરોને જે પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી સ્થાનિક હિંદુ સમાજ પણ દુખી છે. ઈસ્કોન મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે જે લોકો શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરૂધ્ધ પોતાના નફરતભર્યો એજન્ડો ચલાવી રહ્યા છે તેમ છતા બે સપ્તાહમાં વિક્ટોરિયા પોલીસ તે લોકો સામે વિરૂધ્ધ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાગવતે પણ આ અંગે કહ્યું કે પૂજા સ્થળોની સામે કોઈ પણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વિકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.