આવતા સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાની શાળાઓમાં હિન્દી ભાષા ભણાવાશે, રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલાયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-30 19:05:17

1. ચીનની પ્રજા તો પથ્થરો પણ ખાય!

ચીન પોતાના અટપટા ખાનપાન માટે આખી દુનિયામાં ફેમસ છે.. જેની કલ્પના પણ ન થઇ શકે એવી ચીજવસ્તુઓ ચીનની પ્રજા આરોગતી હોય છે..કોરોના વાયરસની મહામારી માટે બદનામ વુહાનના મીટ માર્કેટમાં જીવતા જાનવરો પિરસવામાં આવે છે. સાપ, ગરોળી અને ચામાચીડિયા જેવા જાનવરોનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. જો કે તમને આ જાણીને નવાઇ લાગશે કે ચીનમાં એવા પથ્થરો વેચાય છે જેને રાંધવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચીનના એક શેફનો વીડિયો વાઇરલ થયો હતો.. જેમાં તે પથ્થરોને ઉકાળી તેના પર અલગ અલગ પ્રકારના સોસ, મસાલા, વગેરે નાખી લોકોને પીરસી રહ્યો હતો.. આ પથ્થરો એ નદીકિનારાના સપાટ પથ્થરો છે.. જૂના જમાનામાં નદીકિનારે રહેતા નાવિકો પાસે ખાવાપીવાની સામગ્રીઓ ઓછી રહેતી ત્યારે તેઓ નદીકિનારાના પથ્થરોનો આ રીતે તેઓ ઉપયોગ કરતા.. જો કે આ પથ્થરો ખરેખર ચવાતા નથી પણ તેના પર જે મસાલો અને અન્ય પદાર્થો હોય તે ચાટીને પથ્થર ફેંકી દેવાના હોય છે.. જેમ કોઇ ફળ ખાઇને તેનું બીજ ફેંકી દઇએ એમ.


2. અમેરિકાની શાળાઓમાં હિન્દી ભણાવશે

ભારત પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના સકારાત્મક વલણના લીધે હવે અમેરિકાની શાળાઓમાં ધરખમ ફેરફાર થવા જઇ રહ્યા છે.. અમેરિકાની શાળામાં ટૂંક સમયમાં જ હિન્દી ભાષા ભણાવવામાં આવશે. એશિયા સોસાયટી અને ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ એ અમેરિકામાં સત્તાધારી પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સંગઠનો છે.. જેના 100 થી વધુ પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ બાઈડનને એક પ્રસ્તાવ સોંપ્યો છે... જો આ પ્રસ્તાવને મંજૂરી મળે તો આવતા વર્ષથી અમેરિકાની શાળાઓમાં હિન્દી ભણાવાશે..


3.પુતિને કર્યા પીએમ મોદીના વખાણ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા નીતિના વખાણ કર્યા છે. પુતિન મોસ્કોમાં રશિયાની એજન્સી ફોર સ્ટ્રેટેજીક ઇનિશિયેટિવ્સ ના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.. જે દરમિયાન તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું. પશ્ચિમી દેશો રશિયા સાથે વેપાર પર સતત પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે આપણે ભારતની જેમ આપણા દેશની કંપનીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને વધુ સારું બજાર ઉપલબ્ધ કરાવવું જોઈએ.


4. લુકાશેન્કોએ પ્રિગોઝીન માટે કરી ખાસ વ્યવસ્થા

રશિયાને ગૃહયુદ્ધના સંકટમાંથી બચાવનાર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો હવે બેલારૂસમાં પ્રિગોઝીનને નવું ઠેકાણું આપી રહ્યા છે.. બેલારૂસની રાજધાનીથી 125 કિમી દૂર એસિપોવિચી મિસાઈલ બેઝ પર વેગનર આર્મીના ચીફ પ્રિગોઝીન અને તેમના સૈનિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.. આ મિલિટરી બેઝની કેટલીક સેટેલાઇટ તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે.. 


5. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ફટકારી નોટિસ

સાઉદી અરેબિયાની એવિએશન એજન્સી જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિયેશન પાકિસ્તાનની સરકારી એરલાઈન કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈનને 48 મિલિયન ડોલરની રકમ ચૂકવવા માટે નોટિસ આપી છે.. જો પાકિસ્તાન આ રકમ નહિ ચૂકવે તો  પાકિસ્તાનથી આવતી તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સ સ્થગિત થઈ જશે. પાકિસ્તાનથી હજ માટે જનારા નાગરિકો પણ હજયાત્રા માટે જઇ શકશે નહિ


6. પેરિસમાં રમખાણો બેકાબૂ

ફ્રાંસની રાજધાની પેરિસમાં 17 વર્ષીય કિશોરને ટ્રાફિક પોલીસે ગોળી મારી દીધી હતી.. જેના કારણે ફ્રાંસમાં ઠેરઠેર રમખાણો થઇ રહ્યા છે.. પેરિસમાં નાઇટ કરફ્યુ નાખવામાં આવ્યો છે.. હિંસક ટોળાએ પોલીસ સ્ટેશન અને જાહેર સ્થળોએ આગચંપી કરી હતી.. અંદાજે 13 બસો આગને હવાલે થઇ ગઇ છે.. જ્યારે 24 પોલીસ કર્મીઓ આ તોફાન માં ઇજાગ્રસ્ત થયા છે.. ફ્રાંસની સંસદમાં કિશોરની હત્યાના વિરોધમાં એક મિનિટનુ મૌન પાળવામાં આવ્યુ હતુ.. ફ્રાંસના રાષ્ટ્રપતિએ પણ આ ઘટનામાં કડક તપાસના આદેશ આપ્યા છે.. 


7. મેક્સિકોમાં ગરમીએ વરસાવ્યો કહેર

મેક્સિકોમાં ભીષણ ગરમીએ કહેર વરસાવ્યો છે.. મેક્સિકો દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થઇ ચૂક્યા છે.. મોટાભાગના લોકોના મોત લૂ લાગવાથી થયા છે. મેક્સિકોના અકોન્ચી શહેરમાં 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ..


8. શી જિનપિંગ ભારત આવશે

ચીનના સરમુખ્ત્યાર શી જિનપિંગ ભારત આવી રહ્યા છે.. શી જિનપિંગ જુલાઇ મહિનામાં ભારતમાં યોજાવા જઇ રહેલી SCO સમિટમાં જોડાશે.. હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ છે. આ જ કારણ છે કે એસસીઓની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિની હાજરીને લઈને શંકા હતી. જો કે, હવે ચીની સરકારે એક સત્તાવાર નિવેદન જારી કરીને શી જિનપિંગની બેઠકમાં ભાગ લેવાની વાતને સમર્થન આપ્યુ છે. SCO એટલે શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન જે પૂર્વના દેશોનું સંગઠન છે.. જેમાં ભારત અને પાકિસ્તાન પણ સભ્ય છે.. આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર આર્થિક હિતો અને સુરક્ષા નીતિઓને લઇને ચર્ચા થતી હોય છે.. 


9. સ્વીડન લાકડાનું શહેર બનાવશે

સ્વીડનમાં વિશ્વની સૌથી પહેલી વુડ સિટી બનશે.. વુડ સિટી એટલે લાકડાનું શહેર જેમાં લાકડામાંથી ઇમારતો બનાવવામાં આવશે.. સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આ સિટીનું નિર્માણ થશે વર્ષ 2025થી.. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં આ એક મહત્વનું ઇનોવેશન હશે જેની પાછળ 12 બિલીયન ડોલર જેટલો ખર્ચ કરવામાં આવશે..


10. કંગાળ પાકિસ્તાનને કોણે કરી મદદ?

કંગાળ પાકિસ્તાનને આખરે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની મદદ મળવા જઇ રહી છે.. આઇએમએફ દ્વારા પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવામાં આવશે.. આઈએમએફે 2019માં પાકિસ્તાનને 21મી વખત લોન આપી હતી અને આ સમય મર્યાદા 30 જૂને પૂરી થતી હતી. જો આઈએમએફ વધુ લોન ના આપત તો પાકિસ્તાનની તકલીફ વધી શકી હોત. જો કે આ એક સ્ટેન્ડબાય એગ્રીમેન્ટ છે. હજી તેને આઈએમએફના બોર્ડની મંજૂરી મળવાની બાકી છે. જુલાઇમાં આઈએમએફ બોર્ડની બેઠક થશે અને તેમાં તેને મંજૂરી આપવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?