અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. ગ્રૂપ કંપનીઓના શેર ભલે રિકવરી કરી રહ્યા હોય, પરંતુ આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની શાખને ધક્કો પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણીએ રૂ. 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે.
મુન્દ્રામાં 34,900 કરોડનો પ્રોજેક્ટ રોક્યો
અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34,900 કરોડના કોલ ટુ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) પ્રોજેક્ટ પરનું કામ જ અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ હાલમાં કંપનીઓની કામગીરીને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટુ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઈનકોર્પોરેટ કરી હતી.