સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સેબી પાસે 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને કહ્યું કે તે કોર્ટને જણાવે કે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય અને સુપ્રીમ કોર્ટને બતાવે કે વર્તમાન માળખું શું છે? કોર્ટે કહ્યું કે સેબી તે એ પણ જાણવા માંગે છે કે નિયમનકારી માળખું કેવી રીતે મજબૂત કરી શકાય.
સેબી 13 ફેબ્રુઆરી સુધી જવાબ આપે
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સેબીએ સમજાવવું જોઈએ કે વર્તમાન નિયમનકારી માળખું શું છે અને રોકાણકારોની સુરક્ષા માટે મજબૂત મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે કેમ?. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને સેબી પાસેથી 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી? હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અનેક અરજી
આ પહેલા ગુરુવારે એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દાખલ કરાયેલી અન્ય અરજીઓ સાથે તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવે. PILમાં, તિવારીએ મોટા બિઝનેસ હાઉસોને આપવામાં આવેલી રૂ. 500 કરોડથી વધુની લોન મંજૂર કરવાની નીતિ પર વજર રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી, કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.