અમેરિકાના રીસર્ચ ફર્મ હિંડેનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓની પોલ ખોલતી એક રિપોર્ટ બુધવારે જાહેર કરી હતી. જેની સૌથી ભયાનક અસર આજે ભારતીય શેર બજારમાં જોવા મળી છે. અદાણીની કંપનીઓના શેર બીજા દિવસે પણ તુટ્યા હતા. આજે અદાણી ગ્રુપની કંપનીઓના શેર 20% સુધી તુટી ગયા છે.
અદાણીની કઈ કંપનીઓને નુકસાન
ઘટાડાની સૌથી વધુ અસર અદાણી ટોટલ ગેસના શેર પર થઈ છે. આ કંપનીના શેર 19.6 ટકા સુધી તુટી ગયા. તે ઉપરાંત અદાણી ગ્રીન 13 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 5 ટકા અને એનડીટીવીના શેરમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
હિંડેનબર્ગે આપ્યો જોરદાર ફટકો
અદાણી ગ્રૂપના શેરોમાં આ ઘટાડો ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ હિંડેનબર્ગની ચોંકાવનારી રિપોર્ટ બાદ આવ્યો છે. આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે તેણે અદાણીની કંપનીમાં શોર્ટ પોઝિશન લીધી છે. રિપોર્ટમાં અદાણીની કંપની પર અનેક ગંભીર અરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની 7 લિસ્ટેડ કંપનીના શેરના ભાવ 85 ટકાથી પણ વધુ ઓવરવેલ્યુડ છે. હિંડેનબર્ગ રિસર્ચની લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલો કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપ પરથી શેરબજારના રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. હિંડેનબર્ગ રિપોર્ટે અદાણીની કંપનીઓની શાખને જબરદસ્ત ફટકો પહોંચાડ્યો છે. રોકાણકારોએ માર્કેટમાંથી શેર વેચવાનું શરૂ કરતા અંગે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 20 ટકા જેટલા તુટી ગયા હતા.
Hindenburg has put out a damning report on the Adani group which has reacted predictably. Here is my statement on this serious matter that requires a thorough investigation in the public interest. pic.twitter.com/gfmgmKPx4e
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 27, 2023
કોંગ્રેસે તપાસની કરી માગ
Hindenburg has put out a damning report on the Adani group which has reacted predictably. Here is my statement on this serious matter that requires a thorough investigation in the public interest. pic.twitter.com/gfmgmKPx4e
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 27, 2023હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કોંગ્રેસ પાર્ટીએ ભારતીય રિઝર્વ બેંક અને સેબીને આ મામલાની તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આરોપની સત્યતા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિની સાથે-સાથે હાઈકોર્ટની નજર હેઠળ તપાસ કરાવવાની માગ કરી હતી.