હિંમતસિંહ પટેલ બન્યા અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ, પદયાત્રામાં ઉમટ્યા હજારો કાર્યકરો


  • Published By :
  • Published Date : 2023-12-12 20:10:50

કોંગ્રેસના દિગ્ગજ નેતા હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રૂપાલી સિનેમા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક અને રાજીવ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નમન કરી પદયાત્રા કરી હતી. કાર્યકર્તાઓનાં બહોળા સમર્થન સાથે લાલ દરવાજા સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હિંમતસિંહ પટેલે કમાન સંભાળી હતી. હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતાં કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. 


પાર્ટીમાં મતભેદો દુર કરવામાં આવશે 


અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા નિવેદન આપતા હિંમતસિંહ પટેલે કહ્યું, અમારી પાસે હાલમાં એક પણ બેઠક નથી પણ સંગઠન માળખાને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે. કોંગ્રેસ પક્ષે આ દેશને બે પ્રધાનમંત્રી આપ્યા છે જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોમાં વિરોધ અંગે હિમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું, તમામ કાઉન્સિલર વચ્ચેના મતભેદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. પક્ષમાં તમામ લોકો એક સાથે મળી પક્ષને આગળ વધારે તે જરૂરી છે. હિંમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે.યોગ્ય ફોરમમાં રજુઆત સાંભળી પક્ષ સુધી પહોંચાડવામાં આવશે.


નિરવ બક્ષીએ આપ્યું હતું રાજીનામું


નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.