અમિત શાહ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-05 15:53:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હિમાંશુ વ્યાસની ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે અને હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિમાંશુ વ્યાસને કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. 


કોણ છે હિમાંશુ વ્યાસ?

હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા હતા. તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ સેક્રેટરી પદે પણ સેવા આપી હતી. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના સંગઠનમાં ઘણી કામગીરી કરી હતી.

હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડવાનો શું કારણો આપ્યા?

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કોંગ્રેસ છોડવા પાછળના કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓને અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે, આ ઓપરેટરો સાચા કાર્યકર્તાને હાઈ કમાન્ડ સુધી પહોંચવા દેતા નથી. મારા જેવા આગેવાનો, કાર્યકરો પાસે ઘણી સ્થાનિક વાતો હોય છે જે અમારે ઉપર સુધી પહોંચાડવી હોય છે. મને અનુભવ થતું હતું કે હું સુષુપ્ત અવસ્તા જાળવી શકું તેમ નથી, આથી મને થયું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. જે પાર્ટીનું નૈતૃત્વ દેશના કાર્યકર્તાઓને સાંભળે છે તે ભાજપ છે. તેથી મને લાગ્યું કે ભાજપ મારી વાતો સાંભળશે અને મને કામ કરવાનો મોકો આપશે. આથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મને પાર્ટીમાં જોડાવાના આશિર્વાદ આપ્યા છે. મને અનેક લોકોએ કહ્યું છે કે ચૂંટણી લડવા આવ્યો છું. તે મારે કહેવું છે કે મેં ટિકિટ માટે વાત નથી કરી પરંતુ પક્ષની અંદર સંગઠનની કામગીરીમાં મને કામ કરવા નહોતું મળતું. આથી હું ભાજપમાં જોડાયો છું. હું નિષ્ક્રિય હતો અને મારે કામ કરવું હતું, અમિત શાહ પણ અહીં જ હતા તો મેં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયો છું.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?