Himachal Pradeshના હાલ વરસાદને કારણે થયા બેહાલ! વર્ષાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-15 13:12:03

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. વરસાદ હિમાચલ માટે આફત લઈને આવ્યું છે. ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. હિમાચલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ડરાવનારા હતા. સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનને કારણે શિવમંદિર તેમજ આસપાસનો વિસ્તાર નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બહાર નિકાળવાની કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

શિવ મંદિર ધરાશાયી થતાં સર્જાઈ હતી દુર્ઘટના 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશથી ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ એક શિવ મંદિર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે દરમિયાન 8 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તે બાદ વધારે ત્રણ લોકોના શવ કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચી ગયો છે. 

અલગ અલગ જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત

પર્વતી વિસ્તારોમાં અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ થતી હોય છે જેને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. વરસાદ હિમચાલ પ્રદેશ માટે આફત બનીને આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો ભૂસ્ખલન થયું છે જેને કારણે મોત થયા છે, વાદળ ફાટવાને કારણે પણ લોકો કાળનો કોળિયો બન્યા છે. મળતી માહિતી અનુસાર અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. 



કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કરાઈ રહી છે કામગીરી 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો સોલનમાં વાદળ ફાટવાને કારણે 9 જેટલા લોકોના મોત થયાં છે, જ્યારે સિમલાની સમરહિલમાં થયેલી દુર્ઘટનાને કારણે 6 લોકોના મોત થયા છે. તે સિવાય ફાગલીમાં 4 લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મહત્વનું છે દુર્ઘટનાને પહોંચી વળવા તેમજ લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભૂસ્ખલનનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનાને કારણે 25 જેટલા લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?