હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. જો કે હવે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં માત્ર એક મહિલા ધારાસભ્ય હશે - ભાજપના રીના કશ્યપ, જે કોંગ્રેસના દયાલ પ્યારીને હરાવી પછાડમાંથી વિજેતા બન્યા છે. 12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને મેદાનમાં રહેલા 24માંથી માત્ર એક જ ચૂંટાઈ આવી હતી.
ચૂંટણી મેદાનમાં કેટલી મહિલા ઉમેદવારો?
ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે અનુક્રમે છ, પાંચ અને ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ માત્ર રીના કશ્યપ જ ચૂંટણી જીતી હતી. કશ્યપ, જેમણે 2021 માં પછાડ (SC) વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી, તેણી પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.
12 નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયેલી મહિલા ઉમેદવારોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને કાંગડાના શાહપુરથી ચાર વખતના ધારાસભ્ય સરવીન ચૌધરી, ડેલહાઉસીથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને મુખ્યમંત્રી પદના દાવેદાર આશા કુમારી, ઈન્દોરાના BJPના ધારાસભ્ય રીટા ધીમાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કૌલ સિંહની પુત્રી મંડીથી ઉમેદવાર ચંપા ઠાકુરનો સમાવેશ થાય છે.